ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી:ગીર સોમનાથ જિલ્લામાં 8 સ્થળો પર મંગળવારે મતગણતરી હાથ ધરાશે, 4989 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્‍ટ્રોગરૂમ બહાર રખાયેલ પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત - Divya Bhaskar
સ્‍ટ્રોગરૂમ બહાર રખાયેલ પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત
  • ગીર સોમનાથ જીલ્‍લામાં કુલ 75 ટકા મતદાન, સૌથી વઘુ સુત્રાપાડા તાલુકામાં 80 ટકા જયારે સૌથી ઓછુ ઉના તાલુકામાં 72.11 ટકા મતદાન
  • જીલ્‍લામાં 8 સ્‍થળોએ આવતીકાલે સવારથી 99 ચુંટણી અઘિકારી અને 1269 કર્મચારીઓ મતગણતરી કરશે

રાજયમાં 8 હજારથી વઘુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગઇકાલે મતદાન યોજાયુ હતુ. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 247 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 75 % જેવું મતદાન થયું છે. જેમાં સૌથી વઘુ સુત્રાપાડા તાલુકામાં 80 % અને સૌથી ઓછું ઉના તાલુકામાં 72.11 % મતદાન થયું છે. આ યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ 4989 ઉમેદવારનું ભાવી મતદાન પેટીમાં સીલ થયુ છે. ત્‍યારે આવતીકાલે મતોની ગણતરી બાદ ચુંટણી જંગમાં કોણ વિજેતા બનશે તે જોવું રહેશે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સહિતની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો હતો. આવતીકાલે જીલ્લાના 6 તાલુકા મથકોના 8 સ્‍થળોએ મતગણતરી હાથ ધરવા તૈયારી કરી છે.

મતપેટી રખાયેલ સ્‍ટ્રોગ રૂમને લોક કરતા કર્મચારી
મતપેટી રખાયેલ સ્‍ટ્રોગ રૂમને લોક કરતા કર્મચારી

ગીર જિલ્લામાં રવિવારે 247 ગ્રામ પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 5 લાખ 37 હજાર 862 મતદારો પૈકી 4,03,679 મતદારોએ મતદાન કરતા જીલ્લામાં કુલ 75 % મતદાન નોંઘાયુ હતુ. જીલ્‍લાની 247 ગ્રામ પંચાયતોમાં સરપંચોની 244 બેઠકો અને વોર્ડ સભ્‍યોની 1798 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં સરપંચ પદના 641 અને વોર્ડ સભ્યો પદ માટે 4348 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સીલ થયા હતા. જેથી તમામ મત પેટીઓને સીલ કરી જે તે તાલુકા મથકોએ નિયત કરાયેલ સ્ટ્રોંગ રૂમો પર લાવવામાં આવી હતી. આવતીકાલે સવારથી 6 તાલુકાના 8 મતગણતરીના સેન્ટર પર 99 ચુંટણી અઘિકારીઓ દ્રારા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવનાર છે. આ વચ્ચે તમામ મતગણતરી સેન્ટર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. મત ગણતરી પુર્ણ થયા બાદ કોણ જીત્‍યુ અને કોણ હાર્યુ તે જોવું રસપ્રદ રહેશે.

મતગણતરી કયા કયા સ્‍થળોએ હાથ ધરાશે?

મંગળવારે સવારથી ગીર સોમનાથ જીલ્‍લાના વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ હાઇસ્‍કુલ ખાતે, તાલાલામાં આલ્‍ફા વિઘા સંકુલ ખાતે, સુત્રાપાડામાં વી.વી.મંદિર હાઇસ્‍કુલ ખાતે, કોડીનારમાં કુમાર કન્‍યા શાળા ખાતે, ઉનામાં (1) ઉના પે-સેન્‍ટર શાળા નં.3, (2) ઉના શહેરી કુમાર શાળા, (3) શાહ એસ.ડી.સ્‍કુલ ખાતે, ગીરગઢડામાં સરસ્‍વતી સંકુલ સ્‍કુલ ખાતે મતગણતરી થશે. આ તમામ સ્‍થળોએ સીલ મતપેટીઓ રાખવામાં આવી હોવાથી તેની બહાર ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવેલ છે.

મત ગણતરી માટે આટલો સ્‍ટાત ફરજ પર રહેશે

જીલ્‍લાની 247 ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પડેલ 4 લાખથી વઘુ મતો ગણવા માટે જીલ્‍લામાં 8 સ્‍થળોએ મત ગણતરી આવતીકાલે થનાર છે. જે કામગીરી 99 ચુંટણી અઘિકારીના વડપણ નીચે થશે. જેમાં 99 જેટલા મદદનીશ ચુંટણી અઘિકારી, મત ગણતરી સ્‍ટાફ 565, મત ગણતરી માટે વર્ગ-4 ના કર્મચારી 191, પોલીસ સ્‍ટાફ 354, આરોગ્‍ય સ્‍ટાફ 60 ફરજ પર તૈનાત રહેશે. મત ગણતરી માટે 101 ટેબલો પણ કામગીરી હાથ ઘરાશે.

ગઇકાલે યોજાયેલ મતદાનની તસ્‍વીર
ગઇકાલે યોજાયેલ મતદાનની તસ્‍વીર

જિલ્લામાં તાલુકાવાઈઝ નોંધાયેલા મતદાનના આંકડા

વેરાવળ

વેરાવળ તાલુકાના 41 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 35852 તથા સ્ત્રી 33031 મળી કુલ 68,883 મતદારોએ મતદાન કરતા કુલ 79.20 % થયું છે.

તાલાલા

તાલાલા તાલુકાના 30 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 22940 તથા સ્ત્રી 20800 મળી કુલ 43,740 મતદારોએ મતદાન કરતા કુલ 73.34 % થયું છે.

સુત્રાપાડા

સુત્રાપાડા તાલુકાના 39 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 33111 તથા સ્ત્રી 31560 મળી કુલ 64,671 મતદારોએ મતદાન કરતા કુલ 79.97 % થયું છે.

કોડીનાર

કોડીનાર તાલુકાના 29 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 33095 તથા સ્ત્રી 33059 મળી કુલ 66,154 મતદારોએ મતદાન કરતા કુલ 74.02 % થયું છે.

ઉના

ઉના તાલુકાના 66 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 52373 તથા સ્ત્રી 52394 મળી કુલ 1,04,767 મતદારોએ મતદાન કરતા કુલ 72.11 % થયું છે.

ગીરગઢડા

ગીરગઢડા તાલુકાના 42 ગ્રામ પંચાયતોમાં મતદાન કરેલ પુરૂષ 29730 તથા સ્ત્રી 25734 મળી કુલ 55,464 મતદારોએ મતદાન કરતા કુલ 73.25 % થયું છે.

અન્ય સમાચારો પણ છે...