ચૂંટણી:ગીર-સોમનાથમાં 8 કેન્દ્રો ઉપર મતગણતરી થશે, 198 અધિકારીની દેખરેખ હેઠળ 565 કર્મી દ્વારા કામગીરી કરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગીર-સોમનાથ જિલ્લામાં 249 ગ્રા.પં.ની ચૂંટણી ગત 19 ડિસેમ્બરે 709 મતદાન મથકો પર યોજાઈ હતી. અને જિલ્લાનાં 6 તાલુકા મથકનાં 8 કેન્દ્રો પર મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગીર-સોમનાથ જિલ્લામાં 249 ગ્રા.પં.ની ચૂંટણી યોજાઈ હતી. અને રવિવારે 198 અધિકારીની દેખરેખમાં 565 કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ ચૂંટણીમાં 641 ઉમેદવારોએ સરપંચપદ અને 4338 ઉમેદવારોએ સભ્ય પદ માટે ચૂંટણી લડી છે. મતગણતરીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાનાં 6 તાલુકાનાં 8 કેન્દ્રો પર કુલ 88 રૂમ અને 101 ટેબલ પર ગણતરી હાથ ધરાશે. શાંતિપૂર્ણ માહોલમાં પરિણામ જાહેર થાય તે માટે 354 પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે.

ગીર-સોમનાથમાં ક્યાં ક્યાં કેન્દ્રો પર થશે ગણતરી
મતગણતરી કેન્દ્રોની વાત કરીએ તો વેરાવળમાં આઈ.ડી.ચૌહાણ હાઈસ્કુલ, તાલાલા આલ્ફા વિદ્યાસંકુલ, સુત્રાપાડા વી.વી.મંદિર હાઈસ્કુલ, કોડીનાર કુમાર-કન્યા શાળા, ગીરગઢડા સરસ્વતી સંકુલ, ઊના પ્રે.સેન્ટર શાળા-3, ઊના શહેરી કુમારશાળા તથા શાહ.એચ.ડી.સ્કુલનાં મુખ્ય ભવન ખાતે મતગણતરી થશે.

અન્ય સમાચારો પણ છે...