વનવિભાગ દ્વારા જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ગીધની ગણતરી શરૂ કરવામાં આવી છે. લુપ્ત થતી પ્રજાતિ ગીધની રાજ્ય વ્યાપી બે દિવસીય ગણતરી શરૂ કરાઈ છે. ગુજરાતના વનક્ષેત્રોના સ્થાનિક ગિધની કુલ ચાર પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે.
ગીધ પક્ષીઓનું અસ્તિત્વ હોઈ ત્યા કરાશે ગણતરી
આજથી બે દિવસ ગીર ફાઉન્ડેશન ગુજરાત વન વિભાગ દ્વારા ગીધ વલચરની વિવિધ પ્રજાતિઓ અંગેની ગણતરી શરૂ કરવામાં આવી છે. ગીધની પ્રજાતિઓની વસ્તી અંદાજની કામગીરી રાજ્યમાં જે વિસ્તારમાં ગીધની ઉપસ્થિતિ હોય તેવી સંભાવના તેમજ તેમના વિસ્તારોમાં ગણતરી કરવામાં આવશે. ગીધ પક્ષીઓનું અસ્તિત્વ હોઈ શકે તેવા સંભવિત સ્થળો જેવા કે પાંજરાપોળ, મૃત પ્રાણીઓના નિકાલની જગ્યાઓ, નારીયેળી વગેરે જગ્યા ઉપર ગીધની ગણતરીઓ કરવામાં આવી રહી છે.
સાસણના જંગલોમાં પણ ગીધ જોવા મળે છે
સફેદ ગીધ, ખેરો, ગિરનારી ગીધ અને કિંગ ગિધની ગણતરી શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્રમાં જાફરાબાદના નાગેશ્રી, ખાંભા, તુલસીશ્યામ રેન્જનું પીપળવા, વિડી, ખાંભાનું હનુમાન ગાળા, જૂનાગઢનો ગિરનાર પર્વત, દેવળીયા પાર્ક, આંબરડી પાર્ક, પનીયા સેંચૂરી અને સૌરાષ્ટ્રના સાસણના જંગલોમાં પણ ગીધ જોવા મળે છે.
બે દિવસ સતત ગણતરી કરાશે
ગીધની વસ્તી ગણતરી માટે ગિરનાર રેન્જમાં અલગ અલગ 13 ટીમો બનાવવામાં આવી છે. જેમાં ગીધની અવર-જવર તેમજ તેના સાંકેતિક કોડ અને તે કેટલી ઊંચાઈ પર ઉડે છે, કઈ જગ્યાએ જાય છે તે અંગે અવલોકન કરવામાં આવી રહ્યું છે. બે દિવસ સતત તેની ગણતરી કરી આ રિપોર્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે. શેડ્યુલ વન કક્ષાના પક્ષી ગીધની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે તેના સંવર્ધન માટે શું કરી શકાય તે અંગે આગામી સમયમાં કામગીરી ઉપર ચર્ચા કરાશે. સમગ્ર રાજ્યમાં જ્યાં પણ ગીધ હોવાની શક્યતાઓ છે અને વસવાટ કરે છે ત્યાં આ ગણતરી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.