તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોરઠમાં કોરોના રિકવરી રેટ 68.39 ટકાએ પહોંચ્યો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધવારે જૂનાગઢ જિલ્લામાં 279 અને ગિર સોમનાથ જિલ્લામાં 184 મળી કુલ 463 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા છે
  • જૂનાગઢ જિલ્લામાં 484 કેસ 8 ના મોત, ગિર સોમનાથમાં 193 કેસ 1નું મોત, 227 કેસ એકલા જૂનાગઢ શહેરના

સોરઠમાં કોરોના રિકવરી રેટમાં ઘણો સુધારો થઇ રહ્યો છે. બુધવારે સોરઠમાં 677 કોરોના પોઝિટીવ કેસ સામે 463 લોકો સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા છે. આમ, કોરોનાના કેસની સામે રિકવરીનો રેટ 68.39 ટકા જેવો રહ્યો છે. દરમિયાન બુધવારે જૂનાગઢ જિલ્લામાં 484 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે આમાંથી 227 કેસ માત્ર જૂનાગઢ સિટીના છેે. જ્યારે જૂનાગઢ તાલુકામાં 31, કેશોદ તાલુકામાં 43, ભેંસાણ તાલુકામાં 15, માળીયા હાટીના તાલુકામાં 33, માણાવદર તાલુકામાં 27, મેંદરડા તાલુકામાં 17, માંગરોળ તાલુકામાં 37, વંથલી તાલુકામાં 16 અને વિસાવદર તાલુકામાં 38 કેસનો સમાવેશ થાય છે. જ્યારે બુધવારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે 8 લોકોનો મોત થયા છે.

આ 8 મોતમાં જૂનાગઢ સિટીના 3, જૂનાગઢ તાલુકાના 1, કેશોદ તાલુકાના 2, ભેંસાણ તાલુકાના 1 અને વંથલી તાલુકાના 1 દર્દીના મોતનો સમાવેશ થાય છે. દરમિયાન 279 દર્દીઓએ કોરોનાને માત આપી હોય તેમને હોસ્પિટલેથી રજા અપાઇ છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 193 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને 184 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. સામે 1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. આમ, સોરઠમાં બુધવારે કુલ 677 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે 9ના કોરોનાની બિમારીના કારણે મોત થયા છે તો 463 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થઇ પરત ઘરે ફર્યા છે.

જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોન
જૂનાગઢ જિલ્લામાં 447 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 469 ઘરના 3,578 લોકોનો સમાવેશ થાય છે. આમ, જિલ્લામાં હજુ 3,578 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે.
ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રસીકરણ
ગિરસોમનાથ જિલ્લામાં 5,633 લોકોને બુધવારે રસીકરણ કરાયું છે. જ્યારે બુધવારે જૂનાગઢ સિટીમાં 1,618 ને જ્યારે ગ્રામ્યમાં 1,163 ને મળી એક જ દિવસમાં કુલ 2,781 લોકોને રસીકરણ કરાયું છે. જ્યારે અત્યાર સુધીમાં થયેલા રસીકરણમાં જૂનાગઢ શહેરમાં 87,744ને અને ગ્રામ્યમાં 2,40,676ને મળી કુલ 3,28,420 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા છે.

પોરબંદરમાં છેલ્લા 9 દિ'માં 19 થી 45ની વય ધરાવતા 197નો રિપોર્ટ પોઝિટીવ
​​​​​​​પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 9 દિવસની વાત કરીએ તો કોરોના પોઝિટિવ દર્દીઓમાં યુવાનોની સંખ્યા પણ વધી રહી છે. 19 વર્ષથી 45 વર્ષની વય ધરાવતા યુવાનોમાં કોરોના સંક્રમણ વધતા છેલ્લા 9 દિવસમાં 296 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો જેમાંથી 197 દર્દીઓ 19 વર્ષથી 45 વર્ષની વય ધરાવે છે. જ્યારે 45 વર્ષથી વધુ વય ધરાવતા 92 દર્દીઓ 9 દિવસમાં નોંધાયા છે અને 7 બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...