કોરોના સંક્રમણ:જિલ્લામાં ફરી કોરોનાની એન્ટ્રી, 2 કેસ પોઝિટીવ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 25 લોકોનો સમાવેશ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. લાંબા સમય બાદ કોરોનાના 2 કેસ ફરી નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી દેવાયા છે અને દર્દીની સ્થિતી પર સતત નજર રખાઇ રહી છે.

આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં બુધવાર 13 જૂલાઇના 1 કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. સાથે જિલ્લાના વિસાવદરમાં પણ 1 કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. લાંબા સમય બાદ ફરી કોરાના રિટર્ન થતા આરોગ્ય તંત્રમાં દોડધામ વધી જવા પામી છે.

2 કેસ આવતા 2 સ્થળે કન્ટેઇનમેન્ટ ઝોન બનાવાયા છે જેમાં 6 ઘરના 25 લોકોનો સમાવેશ થયો છે. શહેર અને જિલ્લામાં ફરી કોરોના મહામારીનો પગપેસારો થતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે જેથી આ મહામારીનો ફેલાવો અટકે અને તેનો ભોગ અન્ય લોકો ન બને.

અન્ય સમાચારો પણ છે...