તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વંથલી તાલુકાના ટીકર ગામમાં કોરોનાનો કહેર, ગામમાં સંક્રમણ વધતા આંશિક લોકડાઉનનો અમલ

જૂનાગઢ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામમાં સવાર અને સાંજે બબ્બે કલાક જ દુકાનો ખુલ્લી રહેશે

સૌરાષ્ટ્રમાં કોરોના હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પ્રસરી રહ્યાની પરિસ્થિતિ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામમાં ગણતરીના દિવસો દરમ્યાન જ કોરોનાના 14 જેટલા પોઝીટીવ કેસો સામે આવતા સતર્કતાના ભાગરૂપે ગામ આગામી 10 દિવસ માટે સ્વયંભુ આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે જૂનાગઢના વંથલી તાલુકાના ત્રણેક હજારની વસ્તી ધરાવતા ટીકર ગામમાં ગણતરીના દિવસોમાં જ કોરોનાના 14 જેટલા પોઝેટીવ કેસો સામે આવવાની સાથે બે લોકોના મૃત્યુ થયા છે. જે પરિસ્થિતિને ધ્યાને લઇ ટીકરના ગ્રામજનોએ ગામને સ્વૈછીક લોકડાઉન કરવાનો નિર્ણંય લીધો છે.

આ અંગે ગામના સરપંચ લક્ષમણભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો વધતા તેમજ 2 લોકોના મૃત્યુ થતા સંક્ર્મણ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોએ સ્વેચ્છિક લોકડાઉન નો નિર્ણંય કર્યોં છે હાલ 14 જેટલાં કેસ પોઝેટીવ છે આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી છે લોકોને જરૂરિયાત ચીજ વસ્તુ માટે ગામના વેપારીઓ સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 બે-બે કલાક દુકાનો ખુલી રાખશે. ગામના લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી છે.

ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનિટાઇઝર, તેમજ દવાનો છંટકાવ કરવામાં આવશે. હાલ 10 દિવસનું સ્વેચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે લોકડાઉન વધારવામાં પણ આવશે તેમ અંતમાં જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો