તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 28 કેસ નોંધાયા, 9 ડીસ્‍ચાર્જ કરાયા

જૂનાગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 9,926 લોકોને રસી આપવામા આવી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 28 કેસ નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 18, જૂનાગઢ ગ્રામ્‍યમાં 1, વંથલીમાં 7, કેશોદમાં 1, માણાવદરમાં 1 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 9 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં તા.2 એપ્રિલ સુધીમાં 1,41,201 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જયારે આજે વઘુ 9,926 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આમ, જીલ્‍લામાં રસીકરણનો આંકડો દોઢ લાખને પાર કરી ચુકયો છે.

કોરોના સામે લડવા વેક્સીનેશન રામબાણ ઇલાજ છે. કોરોના વેક્સીનેશનથી કોરોનાની ઘાતકતા ઓછી થવા સાથે લોકો સુરક્ષિત થઇ રહ્યા છે. સૌ-પ્રથમ કોરોના ફ્રન્ટલાઇન વર્કરને રસી આપ્યા બાદ 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને હાલ 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ ઝુંબેશ કાર્યરત છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં રસીકરણને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર સાથે પદાધિકારીઓ, વિવિધ જ્ઞાતિ સમાજના સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ રસીકરણ માટે જન જાગૃતિ સાથે સહયોગ આપી રહ્યા છે. આથી જ તા.1 એપ્રિલના રોજ એક દિવસમાં 11,475 અને તા.2 જી એપ્રિલના રોજ 9,367 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નિ:શુલ્ક કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે આજના સમયની તાતી જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો