તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 144 કેસ,1 દર્દીનું મોત

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વેરાવળમાં રાત્રી કરફ્યુમાં પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્ટાફ - Divya Bhaskar
વેરાવળમાં રાત્રી કરફ્યુમાં પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્ટાફ
 • આજે જીલ્‍લામાં 629 લોકોનું કોરોના રસીકરણ કરાયું
 • જિલ્લામાં કોરોના વેકસીનના જથ્થાની કમીના કારણે વેકસીનેશનની કામગીરી ખોરંભે

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્‍યામાં વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે નવા 144 કેસો નોંધાયા છે. જેમાં વેરાવળમાં 37, સુત્રાપાડામાં 21, કોડીનારમાં 11, ઉનામાં 30, ગીરગઢડામાં 15, તાલાલામાં 30 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં કોડીનાર ખાતે એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્‍યુ નોંઘાયેલ છે. આજે સારવારમાં રહેલા એક પણ દર્દીઓએ રજા આપવામાં આવેલ નથી.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ મંદ પડી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 71 હજાર 037 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 629 લોકો ને જ રસીકરણ આપવામાં આવેલ છે.

જીલ્લામાં કોરોનાની વેકસીનનો જથ્થાની કમી....

જીલ્લામાં કોરોના વેકસીનનો જથ્થો ઓછો હોવાથી જીલ્લામાં અનેક સેન્ટરો બંધ રહેલ હતા જયારે અમુક સેન્ટરો પર મર્યાદીત લોકોને જ વેકસીનેશન આપેલ હતું. આમ, જીલ્લામાં કોરોનાની સંક્રમણની સંખ્યામાં વધારાની સાથે વેકસીનનો જથ્થો પણ ખુટવા લાગતા કામગીરી ખોરંભે પડેલ છે ત્યારે સરકાર ગીર-સોમનાથ જીલ્લામાં જરૂરી વેકસીનનો જથ્થો ફાળવે તેવી માંગ લોકોમાંથી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો