તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 77 કેસ નોંધાયા, 15 ડીસ્‍ચાર્જ કરાયા

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 7,128 લોકોને રસી આપવામા આવી
 • રાત્રી કર્ફયુને લઇ જુનાગઢ એસટી બસોના 131 રૂટો પર પૈડા થંભી ગયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 38, જૂનાગઢ ગ્રામ્‍યમાં 5, વંથલીમાં 2, કેશોદમાં 8, માણાવદરમાં 6, માળીયામાં 5, વિસાવદરમાં 4, મેંદરડામાં 3, ભેસાણમાં 2, માંગરોળમાં 4 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 15 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1,91,560 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જયારે આજે વઘુ 7,128 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

બસ સ્‍ટેન્‍ડની ફાઇલ તસ્‍વીર
બસ સ્‍ટેન્‍ડની ફાઇલ તસ્‍વીર

રાત્રિ કફર્યૂના કારણે ST બસના 131 રૂટ બંધ થયા
કોરોનાના લીઘે જૂનાગઢ શહેરમાં રાત્રી કકર્યુ અમલી બનાવેલ હોવાથી એસટીના કુલ 131 રૂટો બંઘ કરવામાં આવેલ છે. આગામી 30 એપ્રીલ સુઘી રાત્રી કર્ફયુ અમલમાં રહેવાનું હોવાથી એસટી વિભાગે ઘણા રૂટો બંઘ કર્યા છે જે અંગે ડિવીઝનના કંટ્રોલર જી.ઓ.શાહએ જણાવેલ કે, રાત્રી કર્ફયુના પ્રથમ દિવસે 74 શેડયુલ રૂટો બંધ કરાયા હતા. દરમ્‍યાન આજથી વધુ 57 રૂટો બંધ કરવામાં આવેલ છે જેથી કુલ 494 પૈકી 131 રૂટ પર બંઘ કરાયેલ હોવાથી હવે 363 શેડયુલ રૂટો પર જ બસ સેવા ચાલુ રહેશે. જૂનાગઢથી રાત્રીના 8 વાગ્‍યા પછી ઉપડતી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત. ભાવનગર, જામનગર, આણંદ, નડિયાદ, ગાંધીધામ, ભુજ, ગોધરા. દાહોદ તરફ જતી એસટી બસોનું સંચાલન અટકાવી દેવાયું છે. આ રૂટો આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

જૂનાગઢ સીવીલમાં બેડ, ઓકસીજન અને વેન્‍ટીલેટરની પુરતી સુવિઘા ઉપલબ્‍ઘ
જૂનાગઢ જીલ્‍લા અને શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વઘી રહયુ છે. ત્‍યારે જીલ્‍લા વહીવટી તંત્ર દ્વારા પણ કોવિડની સ્થિતીને પહોંચી વળવા સર્તકતાના ભાગરૂપે અનેક પ્રકારની તૈયારીઓ કરી છે. જે અંગે મનપાના અઘિકારી ડો.રવિ ડેડાણીયાએ જણાવેલ કે, શહેરમાં 4 ખાનગી કોવિડ હોસ્પિટલો તથા સિવીલમાં બેડ, ઓક્સીજન, વેન્ટીલેટરની પૂરતી વ્યવસ્થા ઉભી કરાઇ છે. હાલ શહેરની ચારે ખાનગી હોસ્પીટલોમાં 50-50 બેડની સુવિઘા ઉપલબ્‍ઘ છે. જયારે સિવીલ હોસ્પિટલમાં 440 બેડની સુવિઘા ઉભી કરવામાં આવી છે. હાલ સિવીલમાં અંદાજે 150 જેટલા કોવિડના દર્દીઓ સારવાર લઇ રહયા હોવાથી 390 જેટલા બેડ ખાલી છે. કોવિડની મહામારી સામે જરૂરી બેડ, વેન્ટીલેટર અને ઓક્સીજનની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ઘ છે. લોકએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઇઝના ઉપયોગ થકી કોરોના સંક્રમણથી બચી શકાય છે. જેથી તેનું પાલન કરવું જરૂરી છે.

તા. 10 થી 14 એપ્રિલ સુધી નરસિંહ મહેતા યુનિ. બંધ
કોરોનાનાં વધતા કેસને ધ્યાને રાખી તા. 10 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બંધ રહશે. જોકે શનિવાર, રવિવાર, મંગળવાર અને બુધવાર રજા છે. ત્યારે કુલપતિ પ્રો. ડો.ચેતનભાઇ ત્રિવેદીએ સત્તાની રૂએ સોમવારે રજા જાહેર કરી છે. જેથી કરી સંળગ પાંચ દિવસ રજા રહેવાથી કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો