તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 37 કેસ નોંધાયા, 16 ડીસ્‍ચાર્જ કરાયા

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 9,053 લોકોને રસી આપવામા આવી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 21, જૂનાગઢ ગ્રામ્‍યમાં 1, વંથલીમાં 2, કેશોદમાં 5, માણાવદરમાં 5, માળીયામાં 2, વિસાવદરમં 1 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 16 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1,75,364 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જયારે આજે વઘુ 9,053 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો