તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:સારવાર પાછળ 2 કરોડનો ખર્ચ કરી 345 દર્દીને કોરોના મુક્ત કર્યા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં

શહેરના ગાંધીચોક સ્થિત શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજે સારવાર પાછળ 2 કરોડનો ખર્ચ કરી 1 મહિનામાં 345થી વધુ દર્દીઓને કોરોના મુક્ત કર્યા છે. આ અંગે શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજના મેનજીંગ ટ્રસ્ટી, પ્રમુખ અને મંત્રીએ જણાવ્યું હતું કે, કડવા પટેલ ડોકટર એસોસિએશનના સહકારથી સંસ્થામાં 15 એપ્રિલથી 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છેે. અહિં કડવા પટેલ સમાજના લોકોને વિનામુલ્યે રહેવું, 2 ટાઇમ જમવું, નાસ્તો, નારીયેલ પાણી, મોસંબી જ્યુસ, રાત્રે હળદર વાળું દૂધ, આયુર્વેદિક ઉકાળા અપાય છે.

દરમિયાન 1 માસમાં 345થી વધુ દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે. જ્યારે 56 દર્દીઓને વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં મોકલાયા છે તેમજ જેનું ઓક્સિજન લેવલ 88થી 90 હોય તેવા 15 થી 20 દર્દીઓને ઓક્સિજન પર રખાયા છે. જ્યારે ઝાંઝરડા રોડ પરના જાગાણી પટેલ સમાજ ખાતેથી ઓક્સિજન સિલીન્ડર પણ ફ્રિમાં અપાય છે. હાલ અહિં ડો. સંજય જાવિયા, ડો. ડી.જી. માકડીયા, ડો. કૌશિક ફળદુ દ્વારા સેવા પૂરી પાડી રહ્યા છે તેમ મુકુંદભાઇ હિરપરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...