ઉજવણી:દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝની સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી, ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરાયું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ રસીકરણ કરાયું
  • જિલ્લાના 343 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝની વૈશ્વિક સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, પોલીસ આધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવવાની સાથે જ ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી રવિંન્દ્ર ખતાલેએ જણાવ્યું હતુ કે, આરોગ્ય કર્મીઓની કોરોનાની પ્રથમ વેવ શરૂ થયાથી આજ સુધી ઉત્તમ કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે આજે જિલ્લામાં 90 ટકાથી વધુ વેક્સિનેશન પૂર્ણ કરી શકાયું છે. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓએ કોરોના કાળમાં પોતાના જીવ જોખમમાં મૂકીને દિવસ રાત ફરજ નિભાવી છે. વેક્સિનેશનના મહાઅભિયાનમાં વેક્સિનના 100 કરોડ ડોઝએ તેમની કર્તવ્ય પરાયણતાનું જ ફળ છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોથી ગીર સોમનાથ જિલ્લામાં 90 ટકાથી વધુ રસીકરણની કામગીરી કરવામાં આવી છે. તેમજ જિલ્લાના 343 ગામોમાં તો 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ડીવાયએસપી એમ.એમ.પરમાર, પીઆઈ ડી.ડી.પરમાર, એન.જી વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય, ડો.બામરોટિયા,ડો.જીગ્નેશ પરમાર, કોવિડ કોર્ડિંનેટર ડો.બી.એન.રામ સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...