તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Corona Vaccine Will Be Kept At 51 Places In The District, Vaccination System Will Be Set Up: First Vaccine Will Be Given To Health Workers: Checking Of Cold Storage Has Been Started At Every Place

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ સ્ટોરેજનું ચેકીંગ:જિલ્લામાં 51 સ્થળે કોરોનાની રસી રખાશે, રસીને લઇ તંત્ર સજ્જ: સૌપ્રથમ રસી હેલ્થ વર્કરને અપાશે : દરેક સ્થળે કોલ્ડ સ્ટોરેજનું ચેકીંગ શરૂ કરી દેવાયું

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દુનિયાભરમાં કોરોનાની રસીને લઇને ભારે ઉત્સુકતા છે. ભારતમાં રસી તૈયાર થઇ જવાના આરે આવીને ઉભી છે. અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના આરોગ્ય વિભાગો દ્વારા રસીકરણની કામગિરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં 51 સ્થળે કોરોનાની રસી સ્ટોરેજ કરાશે એમ સુત્રોએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ, જૂનાગઢ જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલો, સીએચસી, પીએચસી સહિતના 51 સ્થળોને કોરોનાની રસી સ્ટોરેજ કરવા માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ સ્થળોએ કોલ્ડ સ્ટોરેજ માટેના સાધનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની યાદી મંગાવવામાં આવી રહી છે. તો જે સ્થળે ફ્રીઝ સહિતના સાધનો કાર્યરત ન હોય તેનું રીપેરીંગ સહિતની કામગિરી હાથ ધરાઇ રહી છે. ​​​​​​​કોરોનાની રસી સૌપ્રથમ કોનેઆપવી તે માટેની યાદી બનાવાઇ રહી છે. ત્યારે જુદા જુદા તબક્કા મુજબ તેની અમલવારી કરવામાં આવનાર છે. જે મુજબ, સૌપ્રથમ તમામ હેલ્થ વર્કરોને આ રસી આપવામાં આવશે. આ માટે તેઓને પોતે નજીકના જે સરકારી દવાખાના સાથે જોડાયેલા હોય ત્યાંથી જ તેને રસીનો ડોઝ આપવામાં આવનાર છે.

પ્રથમ તબક્કામાં મોબિલીટી નહીં રહે
પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઇન વોરિયર્સનેજ રસી આપવાની હોઇ તેની મોબિલિટીની બહુ જરૂર નહીં રહે. આથી રસીને બીજે લઇ જવાની જરૂરિયાત પ્રથમ તબક્કામાં ઉભી નહીં થાય.

​​​​​​​રસીકરણ નેટવર્ક તૈયાર છે
પોલિયો જેવા રસીકરણ કાર્યક્રમને લઇ આરોગ્ય વિભાગનું નેટવર્ક અને સ્કીલ્ડ સ્ટાફ તૈયાર છે. વળી રસી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોમાંજ અપાશે. આથી પણ નેટવર્કની કોઇ સમસ્યા નહીં રહે.

જૂનાગઢમાં 2500 થી વધુની યાદી બની
કોરોનાની રસીની પ્રાથમિકતા હેલ્થ વર્કરને અપાશે. જેને લઇ યાદી બનાવવામાં આવી છે. જે મુજબ, જૂનાગઢ મહાનગરમાં 2500 થી વધુની યાદી બની છે. હજુ આગળની સુચના મુજબ અાગળનું કામ થશે.

ડ્રાય સ્ટોરેજની પણ તૈયારી કરવામાં આવી
કોલ્ડ સ્ટોરેજમાં રસી રખાશે. આ ઉપરાંત રસી આપવા માટે ઇન્જેક્શનની સીરીંજ, નીડલ, કોટન બોલ, સહિતની ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા સાથે તેને સંગ્રહ કરવા માટેની જગ્યાઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો