તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:1 એપ્રિલે જિલ્લાના 11,475 લોકોને અપાઇ કોરોના વેક્સિન, અત્યાર સુધીમાં કુલ 1,31,827 લોકો રસીથી રક્ષિત

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 2 દિવસમાં 32 કોરોના પોઝિટીવ, 19 ડિસ્ચાર્જ

જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનની કામગીરીને વધુ વેગવંતી બનાવાઇ છે. એક તરફ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે, બીજી તરફ આરોગ્ય તંત્ર વધુમાં વધુ લોકોને કોરોના રસીથી રક્ષીત કરવા માટે સતત પ્રયાસ કરી રહેલ છે. જૂનાગઢ જિલ્લામાં અપાયેલા કોરોના વેક્સિનના આંકડા પર નજર કરતા 1 એપ્રિલના જૂનાગઢ શહેરમાં 2,122 લોકોને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 9,353 લોકોને કોરોના રસીથી રક્ષીત કરાયા છે.

આમ, એપ્રિલના પ્રથમ દિવસે જ જિલ્લામાં કુલ 11,475 લોકોને કોરોના રસીકરણ કરાયું છે. જ્યારે કુલ રસીકરણના આંકડા પર નજર કરતા જૂનાગઢ શહેર(કોર્પોરેશન વિસ્તાર)માં કુલ 32,094 ને તેમજ જિલ્લામાં 99,733 ને કોરોના વેક્સિનના ડોઝ અપાયા છે. આમ, કુલ 1,31,827 લોકો રસીથી રક્ષિત બન્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 32 ને કોરોના પોઝિટીવ આવ્યો છે જ્યારે 19 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો