જૂનાગઢ કોરોના LIVE:જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કુલ 85 અને ગિર સોમનાથમાં 69 લોકોને કોરોના પોઝિટિવ

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 85 અને ગિર સોમનાથમાં 69ને કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. જ્યારે કર્મીઓ કોરોના સંક્રમિત બનતા 2 બેન્કને બંધ કરવાની ફરજ પડી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે કોરોનાએ વધુ પગપેસારો કર્યો છે. એક જ દિવસમાં કુલ 85 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાં 68 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકામાં 1, કેશોદ તાલુકામાં 4, માળીયા હાટીના તાલુકામાં 1, માંગરોળ તાલુકામાં 2, વંથલી તાલુકામાં 3 અને વિસાવદર તાલુકામાં 6 કોરોના પોઝિટીવનો સમાવેશ થયો છે.

ગુરૂવારે કુલ 41 દર્દીઓએ કોરોના મહામારીને માત આપી હોય તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આમાં જૂનાગઢ સિટીમાં 37, જયારે કેશોદ, ભેંસાણ, મેંદરડા, વંથલી તાલુકામાં 1-1 મળી કુલ 4 સાથે 41 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન હજુ પણ 139 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 351 ઘરના 1,761 લોકોનો સમાવેશ થયો છે.

જૂનાગઢ સિટીમાં 3,293 અને ગ્રામ્યમાં 4,141 મળી એક જ દિવસમાં કુલ 7,434ને વેક્સિન આપી કોરોનાથી રક્ષિત કરાયા છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં પણ ગુરૂવારે 69 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ બન્ને જિલ્લામાં મળી એક જ દિવસમાં કુલ 154 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, કામ વિના બહાર ન નિકળવુ તેમજ હાથને સેનેટાઇઝ કરતા રહેવાની કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...