કોરોના સંક્રમણ:જિલ્લામાં 10 દિવસ પછી ફરી કોરોનાની એન્ટ્રી, વંથલીમાં 1 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

9 દિવસ સુધી કોરોના મુક્ત રહ્યા બાદ 10માં દિવસે ફરી કોરોનાએ જૂનાગઢ જિલ્લામાં એન્ટ્રી કરી છે. વંથલીમાં કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ફરી દોડધામ થઇ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં છેલ્લે 7 ડિસેમ્બરે કેશોદમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ કોરોના કેસ સતત 9 દિવસ સુધી ઝીરો પર હતા. દરમિયાન 10 માં દિવસ શુક્રવારે વંથલીમાં 1 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયો છે. આમ, ફરી કોરોનાએ એન્ટ્રી કરતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે અને તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરી છે.

દરમિયાન કોરોના પોઝિટીવ કેસ આવતા વંથલીમાં 1 ઘરમાં કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યું છે જેમાં 3 લોકોનો સમાવેશ થયો છે. શુક્રવારે કોર્પોરેશન વિસ્તારમાં 1,681 અને ગ્રામ્ય વિસ્તારમાં 5,084 મળી કુલ 6,765 લોકોને કોરોના વેક્સિન અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...