તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોના પોઝિટીવ દર્દી 1, ડીસ્ચાર્જ 2, મોત શૂન્ય

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેર, ગ્રામ્યમાં 7,447ને કરાયું રસીકરણ

જૂનાગઢ જિલ્લામાં જાણે કોરોના તારા વળતા પાણી થયા હોય તેમ કેસ ઘટી રહ્યા છે. દરમિયાન સોમવારે સમગ્ર જિલ્લામાં માત્ર ભેંસાણ તાલુકામાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ કરાયા હતા અને એકપણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું ન હતું. દરમિયાન જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા પૈકી માત્ર ભેંસાણને બાદ કરતા બાકીના 8 તાલુકામાં તેમજ જૂનાગઢ સિટીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ઝીરો પર આવી ગઇ છે.

જોકે, હજુ જિલ્લામાં 4 સ્થળે કન્ટેઇનમેન્ટ ઝોન છે જેમાં 9 ઘરના 41 લોકોનો સમાવેશ થયો છે. કોરોનાને માત આપવા માટે રસીકરણની કામગીરી કરાઇ રહી છે. મંગળવારે જૂનાગઢ શહેરમાં 1,699 અને ગ્રામ્યમાં 5,748 મળી એક જ દિવસમાં કુલ 7,447 લોકોને રસી આપી કોરોનાથી રક્ષિત કરાયા છે. હજુ પણ લોકો કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી માસ્ક પહેરી રાખે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે, હાથને સેનેટાઇઝ કરતા રહે તેમજ કોરોનાની રસી સમયસર લઇ લે તો કોરોના મહામારીથી બચી શકાશે.

અન્ય સમાચારો પણ છે...