કોરોનાનો કહેર:કોરોના પોઝિટીવ કેસ આવતા કન્ટેઇનમેન્ટ, બફર ઝોન જાહેર

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 4 કેસમાંથી 1 ડિસ્ચાર્જ થતાં 3 પોઝિટીવ કેસ રહ્યા

જિલ્લામાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. બુધવારની રાત્રીના ઝાંઝડા રોડ પરથી આવેલ 1 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 27 એ પહોંચી છે. જોકે, તેમાંથી 12 સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરાયા હોય હવે એક્ટિવ કેસની સંખ્યા 15ની રહી છે. દરમિયાન વધતા કોરોના કેસના મોટાભાગના દર્દી બહારગામથી આવેલા છે. સુરત, અમદાવાદ, મુંબઇ વગેરે શહેરોમાંથી આવેલા લોકો કોરોના પોઝિટીવ જણાયા છે. તેમના કારણે સ્થાનિક લોકો માથે પણ કોરોના મહામારીની તલવાર લટકી રહી છે. ત્યારે આ બધી બાબતોનો બોધપાઠ એ છે કે, સંક્રમણથી બચવું હોય તો લોકોએ સ્વયં શિસ્ત જાળવવું જરૂરી છે. કામ વગર બહાર નિકળવાનું ટાળો, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો, હાથને સેેનેટાઈઝ કરો અને વારંવાર સાબુ, લીક્વિડથી સાફ કરતા રહેવું જરૂરી છે. દરમિયાન ઝાંઝરડામાં કોરોના પોઝીટીવ કેસ આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીએ નવું જાહેરનામું બહાર પાડી કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી તેનું ચુસ્તપણે પાલન કરાવવા સબંધિતોને તાકીદ કરાઇ છે. દરમિયાન જૂનાગઢ સિટીમાંથી 4 કેસ આવેલ જેમાંથી 1 રિકવર થતા હવે 3 કેસ પોઝિટીવ રહ્યા છે.

આ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન
વોર્ડ નં.5માં આવેલ સહજાનંદ બી એપાર્ટમેન્ટમના  એ અને બી વિંગ અને કોમર્શિયલ વિસ્તાર, અક્ષરધામ બી એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ વિસ્તાર, એપાર્ટમેન્ટને લાગુ પડતી શેરી નંબર 15 અને ઝાંઝરડા મેઇન રોડ પરનો વિસ્તાર.

200 ની વસ્તીનો સમાવેશ
કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ આ વિસ્તારમાં 62 મકાનો અને 22 દુકાનોના મળી કુલ 200 લોકોનો સમાવેશ થાય છે.

બફર ઝોનમાં આ વિસ્તાર
બફર ઝોનમાં એકતા પાન વાળી ગલી શેરી નંબર 14માં અક્ષરધામ એ એપાર્ટમેન્ટ, શેરી નંબર 15માં ગોકુલ ફ્લેટ, ગોકુલ સી, શ્રીનાથજી ફરસાણ વાળી શેરીના 100 મકાનો અને 17 દુકાનોના મળી કુલ 400 લોકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...