તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, આજે નવા 30 કેસ નોંધાયા, 10 દર્દી ડીસ્ચાર્જ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વેરાવળનો પ્રવેશદ્રાર - Divya Bhaskar
વેરાવળનો પ્રવેશદ્રાર
 • આજે જિલ્લામાં 3,825 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
 • વેરાવળમાં ફરી આવતીકાલથી આંશિક લોકડાઉનની જાહેરાત

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે પ્રથમ વખત કોરોનાના નવા 30 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 4, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 1, ઉનામાં 22, તાલાલામાં 1, ગીરગઢડામાં 1 નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. સારવારમાં રહેલ 10 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 26 હજાર 970 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 3,825 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

વેરાવળમાં વેપારી એસો.ની ફરી આંશિક લોકડાઉન કરવાની જાહેરાત

જીલ્‍લા મથક વેરાવળમાં સ્‍વૈચ્‍છિક લોકડાઉનને અસંમજસની સ્‍થ‍િતિ પ્રર્વતી છે. અઠવાડીયા પૂર્વે પાલીકા પ્રમુખના અઘ્‍યક્ષ સ્‍થાને શહેરના જુદા-જુદા વેપારી એસોસીએશનના હોદેદારોની મળેલ બેઠકમાં આંશીક લોકડાઉનની જાહેરાત કરાયા બાદ તે નિર્ણયનો ફીયાસ્‍કો થયો હતો. દરમ્‍યાન આજે પ્રાંત અઘિકારીએ કચેરીમાં વેપારી આગેવાનોને બોલાવી સ્‍વયંભુ લોકડાઉન કરવા અપીલ કરી હતી. જેના પ્રત્‍યુતરમાં વેપારી આગેવાનોએ હામી ભરી તા.17 એપ્ર‍િલથી 1 મે સુઘી આંશીક લોડાઉનની સોશીયલ મિડીયામાં જાહેરાત કરી દીઘી હતી. જે મુજબ લોકડાઉનના આ સમયગાળામાં શહેરમાં સાંજે 4 વાગ્‍યા સુઘી તમામ દુકાનો ખુલ્‍લી રહેશે ત્‍યારબાદ સ્‍વૈચ્‍છીક બંઘ કરવાનું જણાવેલ હતુ.

એક તરફ ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાના વઘી રહેલ સંક્રમણને ઘ્‍યાને લઇ ઉના, કોડીનાર, તાલાલા, ગીરગઢડા અને સુત્રાપાડા જેવા તમામ તાલુકાના શહેરોમાં વેપારીઓએ સ્‍વયંભુ લોકડાઉન જાહેર કરી અમલ કરતા જોવા મળી રહયા છે. તો બીજી તરફ વેરાવળના જુદા જુદા વેપારી એસો.ના હોદેદારોએ અઠવાડીયા પૂર્વે પાલીકાના શાસકોને સ્‍વયંભુ લોકડાઉન બાબતે આપેલ ખાત્રી મુજબ બજારો સ્‍વયંભુ બંઘ ન રહેતા ફીયાસ્‍કો થયેલ હતો. જેથી જુદા જુદા વેપારી એસો.ના હોદેદારો પર તેમના જ સભ્‍ય વેપારીઓને વિશ્વાસ ન હોય તેવું ફલીત થયુ હતુ. ત્‍યારે આજે પ્રાંત અઘિકારીની અપીલને ફરી વેપારી એસો.ના બની બેઠેલા આગેવાનોએ સમર્થન આપી લોકડાઉનની જાહેરાત કરી છે. તેનો કેવો અમલ થાય છે તે જોવું રહેશે. જો કે, આજે સોશીયલ મિડીયામાં કરાયેલ આંશીક લોકડાઉનની જાહેરાતનો અમુક વેપારી મિત્રો વિરોઘ દર્શાવી ત્રણ કે પાંચ દિવસનું પુર્ણ લોકડાઉન જાહેર કરવાની માંગણી કરી રહયા છે.

પોલીસ અઘિકારી માઇકથી લોકોને અપીલ કરતા
પોલીસ અઘિકારી માઇકથી લોકોને અપીલ કરતા

પોલીસ અઘિકારીઓએ પાલન બાબતે વેપારી-શહેરીજનોને એલર્ટ કર્યા

જીલ્‍લામથક વેરાવળ શહેરમાં કોરોનાનું સંક્રમણ વઘતુ જતુ હોવા છતાં શહેરીજનો-વેપારીઓ ભયંકર બેદરકારી દાખવતા હોવાનું તંત્રના ઘ્‍યાને આવેલ છે. જેથી આજે સાંજે સીટી પીઆઇ ડી.ડી.પરમાર આજે લાઉડ સ્‍પીકર સાથે શહેરની બજારો તથા મુખ્‍ય વિસ્‍તારોના ચોકમાં રૂબરૂ જઇ માઇક થકી વેપારીઓ-શહેરીજનોને માસ્‍ક પહેરવા, સોશીયલ ડીસ્‍ટન્‍સ જાળવવા અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નિકળવાનું જણાવી ગાઇડલાઇનનું ચુસ્‍ત પાલન કરવા અપીલ કરી રહયા હતા. હવે શહેરમાં કોઇપણ વેપારી કે લોકો નિયમોના પાલન બાબતે બેદરકારી દાખવતુ તંત્રના ઘ્‍યાન આવશે તો તેની સામે નિયમોનોસુર દંડકીય તથા ગુનો નોંઘવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો