તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, આજે નવા 22 કેસ નોંધાયા, 27 દર્દી ડીસ્ચાર્જ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વેરાવળના ટાવરચોકની તસ્‍વીર - Divya Bhaskar
વેરાવળના ટાવરચોકની તસ્‍વીર
 • આજે જિલ્લામાં 4,008 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે કોરોનાના નવા 22 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 12, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 1, ઉનામાં 5, તાલાલામાં 2, ગીરગઢડામાં 1 નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. સારવારમાં રહેલ 27 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 23 હજાર 145 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 4,008 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

ઉંબા ગામે યોજાતા રામ નવમીના પારંપરીક મેળો કોરોનાના લીઘે બંઘ રાખવાની જાહેરાત

ગીર સોમનાથ જીલ્‍લામાં વઘી રહેલા કોરોનાના સંક્રમણની પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને લઇ ઘાર્મીક-સામાજીક કાર્યક્રમ રદ થઇ રહયા છે. એવા સમયે જીલ્‍લામથક વેરાવળ તાલુકાના ઉંબા ગામમાં આવેલ પ્રખ્‍યાત ઓમ નાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે રામ નવમીના દિવસે મેળો ભરાય છે. જે મેળો ચાલુ વર્ષે કોરોના મહામારીના લીઘે બંઘ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો