તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં બેકાબૂ બન્યો કોરોના, આજે રેકોર્ડબ્રેક 727 કેસ, 10 મોત

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 4,497 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં દરરોજ કોરોના કેસોનો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસોની સંખ્‍યામાં નોંઘનીય ઉછાળા સાથે વિસ્‍ફોટ થયો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 505 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 246, જૂનાગઢ ગ્રામ્‍યમાં 32, કેશોદમાં 37, ભેંસાણમાં 24, માળીયામાં 33, માણાવદરમાં 38, મેંદરડામાં 19, માંગરોળમાં 28, વંથલીમાં 32, વિસાવદરમાં 16 કેસો નોંધાયા છે.

આજે જીલ્‍લામાં 10 મૃત્‍યુ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરના 4, ભેંસાણના 2, જૂનાગઢ ગ્રામ્‍યના 1, માણાવદરના 1, માંગરોળના 1, વિસાવદરના 1 દર્દીનું મૃત્‍યુ નોંધાયેલ છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 291 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 2,81,452 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 4,497 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

જૂનાગઢ જિલ્લામાં ધનવંતરી રથની મોબાઇલ મેડીકલ સેવા બની આશીર્વાદ રૂપ

જૂનાગઢ જિલ્લાનું છેવાડાનું ગામ આલીધ્રા હોય કે નેશ વિસ્તાર અહિં આરોગ્ય સુવિધા આપવા નિયમિતરૂપે ધનવંતરી રથ પહોંચે છે. જે સ્થળ પર જ શરદી તાવ, ઉધરસવાળા દર્દીનું ચેકઅપ કરવા સાથે જરૂરી દવા આપે છે. જરૂરિયાત મુજબ ટેસ્ટીંગ કરે છે. જૂનાગઢ જિલ્લા અને શહેરને આવરી લઇ હાલ ધનવંતરી રથ દરરોજ 1600 થી વધુ લોકોને મોબાઇલ મેડીકલ ઓપીડીની કામગીરી કરી રહ્યા છે. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારો માટે તો આ ધનવંતરી રથ આશીર્વાદરૂપ પુરવાર થયા છે. ધનવંતરી રથ સાથે મેડીકલ ઓફિસર અને આરોગ્ય વર્કર રહે છે. જે લોકોનુ નિદાન-સારવાર કરવા સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન પણ આપે છે. ઉપરાંત કોરોના સમયે લેવાની તકેદારી અંગે ઉપયોગી માર્ગદર્શન આપે છે.

અન્ય સમાચારો પણ છે...