તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, આજે રેકર્ડબ્રેક નવા 350 કેસ, 7 દર્દીના મોત

જુનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 915 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં દરરોજ કોરોના કેસોનો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યા હતા. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસોની સંખ્‍યામાં મોટા નોંઘપાત્ર ઉછાળો નોંઘાયો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 350 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 172, જૂનાગઢ ગ્રામ્‍યમાં 21, કેશોદમાં 27, ભેંસાણમાં 12, માળીયામાં 38, માણાવદરમાં 19, મેંદરડામાં 12, માંગરોળમાં 17, વંથલીમાં 14, વિસાવદરમાં 18 કેસો નોંધાયા છે.

આજે જીલ્‍લામાં 7 મૃત્‍યુ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરના 3, માંગરોળના 2, જૂનાગઢ ગ્રામ્‍યના 1, ભેંસાણના 1 દર્દીનું મૃત્‍યુ નોંધાયેલ છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 219 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ મંદ પડી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 2,66,476 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 915 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો