તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, આજે નવા 293 કેસ, 9 દર્દીના મોત

જુનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે 1,068 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં દરરોજ કોરોના કેસોનો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યા હતા. ગઇકાલ કરતા આજે કેસોની સંખ્‍યામાં ફરી મામુલી વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 293 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 146, જૂનાગઢ ગ્રામ્‍યમાં 14, કેશોદમાં 26, ભેંસાણમાં 16, માળીયામાં 28, માણાવદરમાં 11, મેંદરડામાં 10, માંગરોળમાં 14, વંથલીમાં 12, વિસાવદરમાં 16 કેસો નોંધાયા છે.

આજે જીલ્‍લામાં 9 મૃત્‍યુ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરના 3, વંથલીના 2, જૂનાગઢ ગ્રામ્‍યના 1, કેશોદના 1, ભેંસાણના 1, માંગરોળના 1 દર્દીનું મૃત્‍યુ નોંધાયેલ છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 140 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 2,63,628 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 1,068 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો