જૂનાગઢ કોરોના LIVE:જૂનાગઢમાં નવા કેસોમાં ઘટાડા સાથે 26 નોંઘાયા, 58 દર્દી સ્વસ્થ થતા ડીસ્‍ચાર્જ કરાયા

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જીલ્‍લામાં 5500 થી વધુ લોકોને વેક્સિનના ડોઝ પણ અપાયા
  • આજે જૂનાગઢમાં ત્રીજી લહેરમાં નવા કેસોમાં નોંઘપાત્ર ઘટાડો જોવા મળ્‍યો

કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ સાથે ગઇકાલે જૂનાગઢ જીલ્‍લામાં કોરોનાના કેસોમાં વધારો નોંઘાયો હતો. બાદ આજે કોરોના સંક્રમણએ ઘટયુ હોય જૂનાગઢ જીલ્‍લામાં ગઇકાલ કરતા આજે 26 જેટલા જ નવા કેસો સામે આવ્‍યા છે. કેસો ઘટવાની સ્‍થ‍િતિ વચ્‍ચે જૂનાગઢ જીલ્‍લામાં સારવાર લઇ રહેલ 58 જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે. આજે નોંધાયેલા કેસોમાં જીલ્‍લામાં જૂનાગઢ શહેરમાં 23, જૂનાગઢ ગ્રામ્‍યમાં 1, કેશોદમાં 1, માળીયામાં 1 કેસો નોંઘાયા છે. ગઈકાલે વધારા બાદ આજે જૂનાગઢ જીલ્‍લામાં કોરોના કેસોમાં નોઘપાત્ર ઘટાડો થતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢ જીલ્‍લામાં 5580 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જીલ્‍લામાં કન્‍ટેટમેન્‍ટ ઝોનમાં 78 ઘરો અને 796 લોકો છે. જીલ્‍લામાં ઘનવંતરી રથોમાં તૈનાત 47 મેડીકલ ટીમોએ 5158 લોકોને ઓપીડી મુજબ તપાસ કરેલ છે.

કોવિડના વઘી રહેલા ખતરાને ઘ્‍યાને રાખી જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની મીટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. હાલમાં કોરોના વાયરસના વઘી રહેલા કેસો અને મહામારીને ફેલાતી અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે તા.15/1/2022 ના રોજ મળનારી જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવેલ છે. જેની સંબંધિત તમામને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર જૂનાગઢ જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે.

મનપા કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયો
જૂનાગઢ શહેરમાં નવા વર્ષની શરૂઆતના પ્રથમ દસ દિવસમાં કોરોનાના 175 થી વધુ કોરોનાના કેસો નોંધાતા મહાનગરપાલિકા દ્વારા મનપા કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક સેવાકીય માહિતી મેળવવા કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. જેમાં ફોન નં.0285-2653820 અને 2654511 નંબર ઉપર દિવસ રાત રાઉન્ડ ધ કલોક કર્મચારી ફરજ બજાવશે અને લોકોને ટેસ્ટિંગ બુથ, વેક્સિનેશન સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો, ધન્વંતરી રથ, પંડિત દિનદયાળ ઔષધાલય સહિતની માહિતી લોકોને આપશે.

જિલ્લાના 38 PHC રવિવારે પણ ચાલુ રહેશે
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના નિયંત્રણ માટે જૂનાગઢ જિલ્લામાં કાર્યરત 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શનિવાર ઉપરાંત દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જૂનાગઢ જિલ્લામાં ખડિયા, દાત્રાણા, શાપુર, બાલાગામ સહિત વધુ વસ્તીવાળા ગામોમાં કાર્યરત 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો પર કોરોના ટેસ્ટીંગ, દવા તેમજ દાખલ થવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો 10 બેડની વ્યવસ્થા છે. તેમજ ઓક્સિન કોન્સન્ટ્રેટરની પણ સુવિધા છે. ગામડામાં લોકોને સ્થાનીક સ્તરે જ કોરોનાની પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...