કોરોના અપડેટ:ગીર સોમનાથમાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, સર્વોચ્ચ નવા 69 કેસો આવ્યા

ગીર સોમનાથ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લા મથકમાં દરરોજ થઈ રહેલા કોરોનાના વિસ્ફોટ સાથે સર્વોચ્ચ કેસો આવતા લોકોમાં ચિંતાની લહેર
  • જીલ્‍લામાં 8500 થી વધુ લોકોને વેક્સિનના ડોઝ પણ અપાયા

કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ બાદ ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાના કેસોમાં થોડા દિવસોથી સતત વધારો નોંઘાઈ રહ્યો છે. ત્રીજી લહેરના પ્રારંભ પછી ગઈકાલે પ્રથમ વખત વેરાવળ સહિત જિલ્લામાં સર્વોચ્ચ કેસો નોંધાયા હતા. બાદ આજે વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં રોકેટ ગતિએ વધારો નોંધાયો હતો.

આજે જિલ્લામાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક 69 જેટલા કોરોનાના નવા કેસો સામે આવ્‍યા છે. આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 59, સુત્રાપાડામાં 1, ઉનામાં 6 અને કોડીનારમાં 3 કેસ નોંઘાયો છે. જિલ્લામાં ગઈકાલ બાદ આજે ડબલ જેટલા કોરોનાના કેસો આવતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ સારવારમાં રહેલ 15 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો આજે ગીર સોમનાથ જીલ્‍લામાં 8595 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જીલ્‍લામાં કન્‍ટેઈનમેન્‍ટ ઝોનમાં 123 ઘરો અને 615 લોકો છે. આજે ગીર સોમનાથ જીલ્‍લામાં એન્ટીજન 461 અને RTPCR 2357 મળી કુલ 2818 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે 176 એકટીવ કેસો છે જે તમામ હોમ આઇસોલેટ છે. જિલ્લામાં ગઇકાલે કોરોનાનો પોઝીટીવ રેટ 1.63 ટકા હતો જે આજે વધીને 2.45 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...