દર્શન:જેના પર પ્રભુકૃપા અને ગુરૂકૃપા હતી તેને કોરોના પણ કંઇ કરી ન શક્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતન થયેલાનું પણ જતન કરવાનું કામ તપ કરે છે: જૈનાચાર્ય

ગરવા ગીરનારની પવિત્ર ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ, પર્યુષણ પર્વની ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, હૈયામાં ધર્મની સાચા અર્થમાં પ્રતિષ્ઠા થાય ત્યારે ગચ્છ, પક્ષ, સંપ્રદાય કે સામાચારી ગૌણ બની જાય છે. જયારે કોરોનાએ કાળો કેર વર્તાવી ભલભલાને હંફાવી દીધા હતા તેમ છતાં જેની જીજીવિષા જોરદાર હતી, મનથી જેઓ મજબુત હતા, પ્રભુકૃપા અને ગુરૂકૃપા જેની ઉપર સતત વરસી રહી હતી તેને કોરોના પણ કાંઇ કરી શક્યો નથી.

જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ ગિરનાર તિર્થના વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી આયંબિલ તપ કરી રહ્યા છે. આજીવન આયંબિલના તેઓ ધોર તપસ્વી છે. 35 વર્ષના સંયમ પર્યાયમાં 34 વર્ષ અને 3 મહિનાનો આયંબિલ તપ ચાલું છે. આચાર્યની પ્રેરણાથી જૂનાગઢના વિશાલભાઇ ગાંધી અને અમીષિબેન ગાંધી વર્તમાન તપનો પાયો નાખી 9 આયંબિલની ઓળી પૂર્ણ કરીને 54માં દિવસે ગિરનાર દર્શનમાં પારણોત્સવ પ્રસંગ યોજયો છે. પતન થયેલાનું જતન કરવાનું કામ તપ કરે છે તેમ પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...