તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો અસ્થિ લેવા ન આવ્યાં:કોરોનાનાં કારણે 22 મહિનામાં 15 હજાર અસ્થિ એકત્ર થયા, દર વર્ષે 6 થી 7 હજાર અસ્થિ હોય છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ લોકો અસ્થિ પૂજન, દર્શન કરી શકશે બાદમાં હરિદ્ધાર ખાતે વિદ્વાન પંડિતોના મુખ્ખેથી ઉચ્ચારાતા વેદોક્ત મંત્રોચાર સાથે કરાશે વિસર્જન

જૂનાગઢની સેવાભાવી સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ લોકોના મૃતક સ્વજનોના મોક્ષાર્થે તેમના અસ્થિને હરિદ્ધાર ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે અસ્થિ વિસર્જન થઇ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. પોણા બે વર્ષ દરમિયાન 15,000થી વધુ અસ્થિ એકઠા થયા છે જેને વિસર્જન કરાશે.

આ અંગે ખમીરભાઇ મજમુદાર અને દિપકભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી સર્વોદય બ્લડ બેન્ક (દવા ફંડ) ટ્રસ્ટના પ્રમુખ, તેમજ જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સોનાપુરી ગૃહ ખાતે અસ્થિ વિસર્જન કુંભમાં 13 સપ્ટેમ્બર 2019થી લઇને 8 જૂન 2021 સુધીમાં 15,000 કરતા પણ વધુ અસ્થિ એકઠા થયા છે.

6 પેટી અને 10 જેટલા થેલામાં રખાયેલા અસ્થિને આગામી 11 જૂન 2021ના રવિવારે હરિદ્વાર ખાતે વિદ્વાન પંડિતોના મુખેથી ઉચ્ચારાતા વેદોના મંત્રોચ્ચાર સાથે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે. કુલ અઢી કલાકની ધાર્મિક વિધી અને પરંપરાગત હિન્દુ વૈદિક પૂજાવિધી પૂર્ણ કર્યા બાદ ગંગા મૈયાના ચરણોમાં વિસર્જીત કરવામાં આવશે. જોકે, અસ્થિ વિસર્જન કરતા પૂર્વે શહેરમાં 2 દિવસ રખાશે જેથી લોકો પૂજન,દર્શન કરી શકે. દરમિયાન દિપકભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, 18 વર્ષમાં આ સૌથી વધુ અસ્થિ 15,000 એકઠા થયા છે. સામાન્ય રીતે વર્ષના 7,000 જેટલા અસ્થિ એકઠા થતા હોય છે. જ્યારે આ વખતે પોણા બે વર્ષમાં જ અસ્થિની સંખ્યા 15,000ને પાર કરી ગઇ છે.

ગરીબ લોકો ગંગા સુધી જઇ ન શકે
અનેક પરિવારો એવા હોય છે કે, જેમની આર્થિક સ્થિતી એટલી સારી નથી હોતી કે પોતાના મૃતક સ્વજનને મોક્ષ અપાવવા તેમના અસ્થિને ગંગા નદીમાં વિસર્જીત કરી શકે. ત્યારે આવા ગરીબ લોકોના મૃતક સ્વજનને મોક્ષ અપાવવા તેમના અસ્થિને સંસ્થા દ્વારા લઇ જવામાં આવે છે અને ગંગા નદીમાં વિર્સજીત કરવામાં આવે છે.- મહેન્દ્ર મશરૂ, પ્રમુખ સર્વોદય બ્લડ બેન્ક(દવા ફંડ) ટ્રસ્ટ.

કોરોનાના કારણે પણ અનેક લોકો અસ્થિ લેવા ન આવ્યા
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યું થયા છે. સામાન્ય રીતે લોકો પોતાના મૃતકૃ સ્વજનના અસ્થિ લઇ જતા હોય છે જેથી અસ્થિની સંખ્યા ઓછી થતી હતી. જોકે, છેલ્લા 2 વર્ષમાં કોરોનાથી મૃત્યું પામનારના અસ્થિને તેના અનેક સગા વ્હાલા લઇ ગયા ન હતા પરિણામે સંખ્યા વધી છે.

અન્ય સમાચારો પણ છે...