કોરોના થર્ડ વેવ:કોરોના કેસ વધતાં દવાનું વેંચાણ 20 થી 40 % વધ્યું

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહામારી ફરી શરૂ થતા જ જૂનાગઢવાસીઓને ફરી દવાની જર્રર પડવા લાગી
  • ડોલો, પેરાસિટામોલ, વિટામીન સી, મલ્ટિ વિટામીન,માસ્ક, સેનેટાઇઝર વગેરેની મેડીકલ સ્ટોરમાં ખરીદી વધી રહી છે

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસમાં ભારે વધારો થઇ રહ્યો છે. એમાંપણ જિલ્લાના કુલ કેસના 50 ટકા જેટલા કેસ તો જૂનાગઢ સિટીમાં નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનની પણ જિલ્લામાં સૌથી પહેલી એન્ટ્રી જૂનાગઢ સિટીમાં થઇ છે. આમ, જૂનાગઢ શહેરમાં કોરોનાના કેસ વધતા જતા લોકોમાં ચિંતાનું મોજું ફેલાઇ ગયું છે. પરિણામે ખાસ કરીને કોરોનાને લગતી દવાના વેંચાણમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની થર્ડ વેવની શરૂઆત થઇ છે.

જોકે, મોટાભાગના કોરોના સંક્રમિત દર્દીઓ એવા છે કે જેમણે બન્ને ડોઝ લઇ લીધા છે માટે વધુ ચિંતા નથી. પરંતુ શહેરીજનો કોરોના મહામારીના સંક્રમણને લઇ દવાની ખરીદી કરી રહ્યા છે. હાલમાં જૂનાગઢના મેડીકલ સ્ટોરમાં દવાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. આ અંગે જૂનાગઢ કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી દિનેશભાઇ કપુપરાએ જણાવ્યું હતું કે, મેડીકલ સ્ટોરમાં હાલ ડોલો, પેરાસિટામોલ, શરદી, ઉધરસ, વિટામીન સી, મલ્ટિ વિટામીન, માસ્ક, સેનેટાઇઝ વગેરેની લોકો ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને આ ખરીદી સામાન્ય સંજોગોમાં થતી ખરીદી કરતા 20 થી 40 ટકા વધારે છે. આમ, હાલ લોકો દવાની ખરીદી કરી રહ્યા હોય મેડીકલ સ્ટોર પર લોકોની ભીડ રહે છે.

કઇ દવાના વેંચાણમાં કેટલો વધારો થયો ?
ડોલો અને પેરાસિટામોલ : 20 ટકા, શરદી અને ઉધરસ : 20 ટકા, વિટામીન સી અને મલ્ટિ વિટામીન : 10 થી 15 ટકા, માસ્ક : 30 ટકા, સેનેટાઇઝર :40 ટકા. આમ, દવાનું તો વેંચાણ વધ્યું છે પરંતું કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાય તે માટે આગમચેતીરૂપે લોકો માસ્ક અને સેનેટાઇઝરની સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે.

શહેરમાં 225 જેટલા મેડીકલ સ્ટોર
જૂનાગઢ શહેરમાં હોલસેલ અને રિટેઇલ મળી કુલ 225 થી વધુ મેડીકલ સ્ટોર છે. રિટેઇલ સ્ટોરમાં 2 થી 4 વ્યક્તિ અને હોલસેલમાં10 થી 12 વ્યક્તિ જોડાયેલી હોય છે. આમ, અંદાજે 1,000 કરતા વધુ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ભાવમાં વધારો થયો નથી
દવાની ખપત ભલે વધી છે, પરંતુ ભાવમાં કોઇ વધારો કરાયો નથી. ભાવ હજુ જૂના જ છે. પહેલી અને બીજી વેવ વખતે દવાનો જે ભાવ હતો એજ ભાવ હજુ પણ યથાવત રહ્યો છે.

આ દવાના વેંચાણમાં વધારો થયો નથી
કોરોનાની ફર્સ્ટ અને સેકન્ડ વેવ કરતા થર્ડ વેવમાં અલગ પ્રકારનો વાઇરસ જોવા મળ્યો છે. કોરોના, ડેલ્ટા અને હવે ઓમિક્રોન. પરિણામે પ્રથમ અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં અમુક દવાનું વેંચાણ વધ્યું નથી. આમાં,ટેમીફ્લુ, રેમડેસિવર, ઓક્સોમિટર વગેરેનો સમાવેશ થાય છે.કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટાના કારણે ઓક્સિજનની- શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી, પરિણામે ઓક્સિમિટરની ખપત વધી ગઇ હતી. હવે આવી સમસ્યા થતી નથી જેથી આનું વેંચાણ ઘટ્યું છે.

દવાનો પૂરતો સ્ટકો છે |
કોરોનાની પ્રમથ અને બીજી લહેર આવી ત્યારે અમુક દવાની અછત ઉભી થઇ હતી. પરિણામે ભારે અફડા તફડી મચી ગઇ હતી. હાલ કોરોનાની ત્રીજી લહેરની દહેશત હોય મેડીકલ ક્ષેત્ર દ્વારા પહેલી અને બીજી લહેરમાંથી ધડો લઇ આવી સ્થિતીનો સામનો કરવા માટે પૂરતી તૈયારી કરી લેવાઇ છે. સામાન્ય રીતે કંપનીઓ નો રિટર્ન પોલીસી હેઠળ દવા વેંચતી હોય છે માટે વધુ પડતો સ્ટોક કરવો શક્ય નથી, પરંતું ત્રીજી લહેરને ખાળી શકાય તે માટે પૂરતા પ્રમાણમાં દવાનો સ્ટોક છે માટે લોકોએ ગભરાહટમાં આવી દવાનો સ્ટોક ન કરવો. જરૂરી હોય તેટલી જ દવા લેવી. - દિનેશ કપુપરા, કેમીસ્ટ એસોસિએશન સેક્રેટરી.

અન્ય સમાચારો પણ છે...