તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોરઠમાં ચઢતા ઉનાળે કોરોનાનો કેર:સોરઠના ગામડામાં ફૂટી રહ્યો છે કોરોના બોમ્બ

જૂનાગઢ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માળિયા હાટીના 30, તાલાલા 9, સાંતલપુર 14 પોઝિટીવ - 1 મોત, ધંધુસર 12, માણેકવાડા 5, દેલવાડામાં 1 પોઝિટીવ

વંથલી તાલુકાના ગામોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જાણેકે, કોરોના બોમ્બ ફૂટ્યો હોય એવી રીતે કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો જાય છે. અગાઉ ટિકર ગામમાં લોકડાઉન કરાયું હતું અને હવે ધંધુસરમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે સાંતલપુરમાં લોકડાઉન અંગે આવતીકાલે નિર્ણય કરાશે.

તાલાલા કોર્ટમાં 9ને કોરોના
ગિર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને ગામડામાં પણ કોરોના વધ્યો છે. તાલાલા કોર્ટના સંકુલમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોર્ટના સ્ટાફ અને વકીલો મળી કુલ 9 નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પરિણામે કોર્ટની કાર્યવાહી પણ આગામી દિવસોમાં ચલાવી ન શકાય એવી સ્થિતી શહેર અને ગામડાની બની છે. દરમ્યાન તાલાલાની બજારમાં ભીડ ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાય એ જરૂરી બન્યું છે.

માળિયામાં 4 દિવસમાં 30થી વધુ કોરોના
માળિયામાં છેલ્લા 3-4 દિવસ થી શહેર અને તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના માટે તાલુકા હેલ્થ સેન્ટર તથા સીએચસી દ્વારા હાલ બહોળી માત્રામાં રસિકરણ પણ ચાલુ છે. એન્ટીજન ટેસ્ટના દર્દીઓમાં પોઝિટીવની સંખ્યામાં એકાએક ઉછળો આવ્યો છે. આજે સવાર થી સાંજ સુધીમાં લગભગ 30 થી વધુ દર્દીઓ એન્ટીજન એટલેકે, રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા હતા. આથી તેઓના હવે આર્ટીફીશિયર ટેસ્ટ કરાશે.

દેલવાડામાં પ્રવેશ પહેલા પંચાયતને જાણ કરવી પડશે
ઊના તાલુકાના દેલવાડામાં પણ એક કેસ પોઝિટીવ આવતાં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બહાર ગામથી આવતા તેમજ અન્ય રાજ્યમાંથી કોઇ વ્યક્તિ ગામમાં પ્રવેશે ત્યારે પંચાયત કચેરીને જાણ કરવાની સુચના આપી છે. આ ઉપરાંત ગામમાં દરેક દુકાનદારોને ગ્રાહકો પાસે ફરજિયાત સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરાવવા સુચના અપાઇ છે. જેની સંપૂર્ણ જવાબદારી જેતે દુકાનદારની રહેશે.

કોડીનાર પોલીસ દ્વારા માસ્ક વિતરણ
કોડીનારના પીઆઈ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસ મનુભાઈ જાદવ, જશપાલભાઈ સહિતના સ્ટાફે સમગ્ર શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કર્યું હતું. ફરજીયાત માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. પીઆઈ એન.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પોલીસનો માત્ર દંડ કરવાનો જ હેતુ હોતો નથી, લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરાયું છે.

માણેકવાડામાં 7 દિવસમાં 5 કેસ
કેશોદના માણેકવાડામાં કોરોનાની પ્રથમ લહેરમાં 2 કેસ સામે આવ્યા હતા. બાદમાં એકપણ કેસ નોંધાયો નહતો. જોકે, હાલની સ્થિતિમાં ગામમાં છેલ્લા 7 દિવસમાં 5 કેસ નોંધાયા છે.

માળિયામાં 4 દિવસમાં 30થી વધુ કોરોના
માળિયામાં છેલ્લા 3-4 દિવસ થી શહેર અને તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના માટે તાલુકા હેલ્થ સેન્ટર તથા સીએચસી દ્વારા હાલ બહોળી માત્રામાં રસિકરણ પણ ચાલુ છે. એન્ટીજન ટેસ્ટના દર્દીઓમાં પોઝિટીવની સંખ્યામાં એકાએક ઉછળો આવ્યો છે. આજે સવાર થી સાંજ સુધીમાં લગભગ 30 થી વધુ દર્દીઓ એન્ટીજન એટલેકે, રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા હતા. આથી તેઓના હવે આર્ટીફીશિયર ટેસ્ટ કરાશે.

ધંધુસરમાં સ્વૈચ્છિક લોકડાઉન, 4 કલાક દુકાનો ખુલશે
વંથલી તાલુકાના ટિકર ગામમાં 14 કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે જેમાંથી 2ના મોત થયા છે. પરિણામે ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે 10 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. દરમિયાન વંથલી પંથકના ગામડામાં કોરોનાનો ફેલાવો દાવાનળની જેમ થઇ રહ્યો છે. ટિકર બાદ સાંતલુપર ગામમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. અહિં 14 કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે જેમાંથી 1નું મોત થયું છે. જ્યારે ધંધુસર ગામમાં પણ કોરોનાએ પ્રોત પ્રકાશ્યું છે.

અહિં ગામના સરપંચ અરજણભાઇ દિવરાણીયા સહિત 12 લોકો કોરોના પોઝિટીવ થયા છે. પરિણામે ધંધુસરમાં પણ 4 એપ્રિલથી સ્વૈચ્છિક રીતે લોક ડાઉન કરાયું છે. જ્યાં સુધી સ્થિતી થાળે નહી પડે ત્યાં સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું નક્કી કરાયું છે. અહિં દુકાનો દુકાનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 એમ કુલ 4 કલાકજ ખુલ્લી રહેશે.

સોરઠમાં વધુ 42 ને કોરોના, 48 ડિસ્ચાર્જ
સોરઠમાં સોમવારે કોરોનાના વધુ 42 કેસ નોંધાયા છે, જ્યારે48 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાલ 37 ઘરના 185 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. સોમવારે આવેલા કોરોના પોઝિટીવ કેસમાં જૂનાગઢ જિલ્લામાં 32 ને કોરોના આવ્યો છે. આમાં જૂનાગઢ સિટીના 18, જૂનાગઢ, માણવદર તાલુકાના 2- 2, કેશોદ તાલુકાના 4 અને વંથલી તેમજ વિસાવદર તાલુકાના 3-3 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 13 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 37 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 185 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 10ને કોરોના પોઝિટીવ આવ્યો છે અને 35 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જૂનાગઢ સિટીમાં સોમવારે 1,367 લોકોને વેક્સિન અપાઇ છે. જ્યારે ગ્રામ્યમાં 7,429 ને રસી અપાઇ છે. દરમિયાન અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરમાં કુલ 38,905 ને અને ગ્રામ્યમાં 1,27,466 લોકોને કોરોના વેક્સિનથી રક્ષિત કરાયા છે.

ભેંસાણમાં કોરોના રસીકરણ માટે ત્રીજું સેન્ટર કાર્યરત કરાયું
વધતા જતાં કોરોનાના કેસને ધ્યાને લઈને ભેંસાણ આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજૂ કોવિડ-19 રસિકરણ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. પેટા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ખાતે ગઈકાલથી રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. વધતા જતાં કોરોના કેસને ધ્યાને રાખીને ભેંસાણ આરોગ્ય તંત્ર દ્વારા ત્રીજૂ રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભેંસાણ ગામના 45 વર્ષથી વધુ વયના વ્યક્તિએ વેક્સિન લેવાની બાકી હોય તે લઈ શકે છે, જે નિ:શુલ્ક આપવામાં આવશે.

કેશોદમાં 18703 ને કોરોનાની વેક્સિન આપવામાં આવી
​​​​​​​કેશોદ તાલુકામાં કુલ 31 વેક્સીનેશન સેશન ચલાવાયા છે. જેમાં હવે ભોંઇ સમાજ, જલારામ મંદિર, ધારેશ્વર મંદિર, પીજીવીસીએલ ઓફીસમાં વેક્સીનેશન થશે. અત્યાર સુધીમાં તાલુકા આરોગ્ય વિભાગ તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 987 હેલ્થ વર્કર, 1331 ફ્રન્ટલાઇન વર્કર, 2175 બીમાર 45 થી 60 વચ્ચેના, 45 વર્ષથી ઉપરના 2921 તેમજ 60 વર્ષથી ઉપરના 11289 એમ કુલ 18,703 લોકોનેે વેક્સિન અપાઇ છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો