જૂનાગઢ કોરોના LIVE:જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 44 કેસ નોંધાયા અને ગીર સોમનાથમાં 18 કેસ નોંધાયા, 21 દર્દી સ્વસ્થ થતા ડીસ્‍ચાર્જ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિટમાં ગયેલા સંસ્કૃત યુનિવર્સિટીના 8 પ્રોફેસરો, 2 વહીવટી સ્ટાફ અને 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 44 તેમજ ગીર સોમનાથમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 21 દર્દી સ્વસ્થ થતા ડીસ્‍ચાર્જ કરવામાં આવ્યાં છે. ગીર સોમનાથના વેરાવળમાં 17 કેસ નોંધાયા છે. બન્ને જિલ્લામાં 11 હજારથી વધુ લોકોને વેક્સિનના ડોઝ પણ આપવામાં આવ્યાં છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્‍લામાં આજે 44 કેસો સામે આવ્‍યા છે. જયારે ગીર સોમનાથમાં 18 નવા કેસો સામે આવ્‍યા છે. જૂનાગઢ જિલ્‍લામાં સારવાર લઈ રહેલા 4 અને ગીર સોમનાથમાં 17 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ જતા પરત ઘરે ફર્યા છે. આજે નોંધાયેલા કેસોમાં જૂનાગઢ શહેરમાં 33, વંથલીમાં 7, જૂનાગઢ ગ્રામ્‍યમાં 1, માળીયામાં 1, મેંદરડામાં 1, માણાવદરમાં 1 મળી 44 કેસો નોંધાયા છે. ગીર સોમનાથ જિલ્‍લામાં વેરાવળમાં 17 અને સુત્રાપાડામાં 1 કેસ મળી કુલ 18 કેસો નોંધાયા છે. ગઈકાલે વધારા બાદ આજે જૂનાગઢ જિલ્‍લામાં કોરોના કેસોમાં આંશીક ઘટાડો થયો છે તો ગીર સોમનાથ જિલ્લામાં આજે ગઇકાલ કરતા બે ગણા એટલે કે 18 જેટલા કોરોનાના કેસો સામે આવ્‍યા છે. ગીર સોમનાથમાં ડબલ કેસ આવવા પાછળ ગઈકાલે મેરેથોનના કાર્યક્રમમાં એકત્ર થયેલ ભીડ જવાબદાર હોવાનું લોકો માની રહ્યા છે. ગીર સોમનાથ જિલ્‍લામાં 56 એક્ટિવ કેસો છે જે તમામ હોમઆઇસોલેટ છે. જયારે આજે જિલ્‍લામાં આરટીપીસીઆરના 1334 અને એન્‍ટીજીનના 216 મળી કુલ 1550 કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્‍લામાં ગઇકાલે કોરોનાનો પોઝીટીવ રેટ 1.36 ટકાએ હતો જે આજે થોડો ઘટી 1.16 એ આવી ગયો છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ બન્ને જિલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્‍લામાં આજે 3749 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જૂનાગઢ જિલ્‍લામાં 7957 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાં મહામારીએ માજા મુકી છે. દરરોજ આવતાં કેસમાં ચિંતાજનક રીતે ઉતરોતર વધારો થયો છે. રવિવારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાં વિસ્ફોટ થયો હોય તેમ એકીસાથે 45 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટને કારણે ગીર-સોમનાથમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અમદાવાદ સાઇન્સ સીટી ખાતે તા. 5 અને 6 જાન્યુઆરીએ યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશનલ સમીટ-2022 અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશનમાં ભાગ લઈને પરત ફરેલા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 8 પ્રોફેસરો, 2 વહીવટી સ્ટાફ અને 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી આંતક મચાવ્યો છે. દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. તેવામાં પણ જૂનાગઢ જિલ્લા કરતાં જૂનાગઢ સીટીમાં સ્થિતી વધુ ગંભીર જણાઈ રહી છે. શહેરમાં જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ રવિવારે 45 કેસ નોંધાયા હતા. જ્યારે માળિયા તાલુકામાં એક અને જૂનાગઢ તાલુકામાં એક કેસ પોઝિટિવ નોંધાયા હતા.

જૂનાગઢ સીટીમાં કોરોનાની સારવાર લઈ રહેલા 30 દર્દીએ કોરોનાને માત આપી સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાને લઈ 73 કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે. જેમાં 73 ઘરનાં 602 લોકોનો સમાવેશ થાય છે. બિજી તરફ કોરનાં વેક્સિનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

રવિવારે કોર્પોરેશન વિસ્તારમાં 534ને, જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં 1268ને મળી એક દિવસમાં કુલ 1802 લોકોને કોરોનાં વેક્સિન અપાઈ છે. આમ, જૂનાગઢ સીટીમાં કોરોનાની સ્થતી વધુ ગંભીર હોય લોકોએ કોરના ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બન્યું છે. માસ્ક, સોશ્યલ ડિસ્ટ્ન્સનાં નિયમનો ઉલાળિયો કરતા લોકો પોતાનાં માટે તેમજ સમાજ માટે કોરોનાં સંક્રમણ વધારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...