રજૂઆત:કોરોનાના કારણે વકિલોની આવકને અસર, વકિલોને પણ પ્રોપર્ટી ટેક્ષ, વિજ બિલ ફિક્સ ચાર્જમાં મુક્તિ આપો

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના વકિલની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

વકિલોને પણ પ્રોપર્ટી ટેક્ષ, વિજબિલમાં રાહત આપવા માંગ ઉઠી છે. આ અંગે જૂનાગઢના વકિલ પ્રતિકભાઇ રાવલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, કોરોનાના કારણે વેપાર ધંધાને નુકસાન થતા રાજ્ય સરકારે સિનેમા ઘરો, હોટેલો, વોટર પાર્કો વગેરેને વિજબિલના ફિક્સચાર્જમાંથી તેમજ એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપી છે. દરમિયાન કોરોનાના કારણે રાજ્યના 98,441 વકિલોની આવકને પણ ખુબ મોટી અસર પડી છે.

ખાસ કરીને 30,000 જેટલા જૂનિયર વકિલોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અનેક વકિલોએ તો પોતાનો વ્યવસાય જ બદલવો પડ્યો છે! ત્યારે વકિલોને પણ પ્રોપર્ટી ટેક્ષ તેમજ વિજબિલના ફિક્સ ચાર્જમાંથી 1 વર્ષ માટે મુક્તિ આપવાની માંગ છે. લોકોને ન્યાય અપાવનારાને જ અન્યાય ન થાય તે જોવા પ્રતિકભાઇ રાવલે જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...