કોરોના સંક્રમણ:કોરોના 7 પોઝિટીવ, 5 ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જિલ્લામાં રવિવારે વધુ 7 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે જ્યારે 5 સાજા થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. આ અંગે મળતી વિગત મુજબ રવિવારે જૂનાગઢ સિટીમાં 1, કેશોદ અને વિસાવદર તાલુકામાં 2-2 , માળીયા હાટીના અને માંગરોળમાં 1- 1 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 5 દર્દી સ્વસ્થ થતા તેેને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, હજુ પણ જિલ્લામાં 21 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 116 ઘરના 562 લોકોનો સમાવેશ થયો છે. જ્યારે સિટીમાં 2,748 અને ગ્રામ્યમાં 484 મળી એક જ દિવસમાં કુલ 3,232 લોકોને વેક્સિન આપી કોરોનાથી રક્ષિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...