સંકલન બેઠક:ગીર સોમનાથ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી, ધારાસભ્યોએ પ્રશ્નોની રજૂઆત કરી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાકીય પ્રશ્નોનો સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવાનું વલણ રાખો : ઇન્ચાર્જ જિલ્લા કલેકટર રવીન્દ્ર ખતાલે

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના પ્રશ્નો પ્રત્યે સકારાત્મક વલણ રાખી સમય મર્યાદામાં ઉકેલ લાવવા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ખાતલેએ તમામ વિભાગના અધિકારીઓને ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સૂચના આપી હતી.

ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે ઇન્ચાર્જ કલેક્ટર રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી રજૂ થતા લોકોની મુશ્કેલીના પ્રજાકીય પ્રશ્નોની વિશદ ચર્ચા કરીને તેનો હકારાત્મક ઉકેલ લાવવા માટે હાજર તમામ અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મહેસૂલ, વીજળી, આરોગ્ય, શિક્ષણ, પેશકદમી-દબાણ, હક્કપત્રકમાં નોંધણી, ઉના સુગર ફેક્ટરીના લેણદારોની ચુકવણીનો ઉકેલ લાવવા સહિતની લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉપરાંત સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પણ સફાઈ, ચોમાસામાં પાણીની સમસીયા જેવા અનેક પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા. આ રજૂ થયેલ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓએ પ્રત્યુત્તર પાઠવ્યા હતા. જ્યારે કલેક્ટર ખાતલેએ ધારાસભ્યના પ્રશ્નોનો સમય મર્યાદામાં નિયમોનુસાર ઉકેલ લાવવા માટે નિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં અધિક કલેક્ટર લિંબાસીયા, પ્રાંત અધિકારી સર્યુબેન ઝણકાત અને રાવલ સહિતના જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના તમામ વિભાગોના સદસ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...