સમારોહ:જૂનાગઢ શહેરનાં સ્વામિનારાયણ મંદિરે હિન્દુુ ધર્મ સેનાનો દિક્ષાંત સમારોહ યોજાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ડોકટરો, વકિલો, કલાકારો હિન્દુ ધર્મ સેનામાં જોડાયા

શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે હિન્દુ ધર્મ સેનાનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ તકે ડોકટરો, વકિલો,કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો હિન્દુ ધર્મ સેનામાં જોડાયા હતા. આ અંગે હિન્દુ ધર્મ સેનાના જૂનાગઢ શહેર અને જિલ્લાના નવનિયુકત પ્રમુખ વિવેકભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત સેના દ્વારા સ્વામિનારાયણ મંદિરે હિન્દુ ધર્મ સેનાનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ તકે નૌતમ સ્વામિ, રાજેન્દ્રદાસ બાપુ, વિજયદાસ બાપુ, રામરૂપ બાપુ, મહાદેવગીરી બાપુ, પી.પી. સ્વામિ સહિતના સંતોની ઉપસ્થિતી રહી હતી.

દિક્ષાંત સમારોહમાં શહેર- જિલ્લા પ્રમુખ તરીકે વિવેકભાઇ ગોહેલ(વિકીભાઇ) અને મહામંત્રી તરીકે ઘનશ્યામભાઇ કોટડીયા(કાનો)ની નિમણુંક કરાઇ હતી.હિન્દુ ધર્મ સેનામાં જોડાયેલા તમામ પદાધિકારીઓને દિક્ષાંતરૂપી પ્રમાણપત્ર આપી વિધીવત રીતે પ્રવેશ અપાયો હતો. મોટી સંખ્યામાં ડોકટરો, વકિલો અને કલાકરો પણ જોડાયા હતા. આગામી સમયમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ટીમ બનશે જેમાં લોકો જોડાઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...