તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Controversy Arose Over Recruitment Of 11 Day Laborers In Junagadh Municipal Corporation, Only Talk Of Recruitment As Per The Rules Of Gujarat Secondary Selection Board

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જૂનાગઢ મનપામાં 11 રોજમદાર કર્મીની ભરતીથી ઉઠ્યો વિવાદ, ગુુજરાત ગૌણ પસંદગી મંડળના નિયમ મુજબ ભરતીની માત્ર વાતો

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કર્મચારીની ફિક્સ રોજમદાર તરીકે ભરતી કરવાના મામલે વિવાદ ઉઠ્યો છે. ખાસ કરીને મામા,માસીનાને ભરતી કર્યાનો પણ આક્ષેપ થયો છે. તેમજ અગાઉ જનરલ બોર્ડમાં કરેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ભરતી કરવામાં આવશે તેવી ખાત્રી માત્ર વાતો જ રહી જવા પામી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 ફિક્સ રોજમદારોની ભરતી કરવાનો ઓર્ડર ઇશ્યુ કરાયા છે. તેને લઇને વિવાદ ઉઠ્યો છે.

આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે, હાલ અનેક મહત્વની કામગીરી કરતી શાખામાં સ્ટાફની ઘટ છે જેના કારણે લોકોને પ્રાથમિક સુવિધા મેળવવામાં મુશ્કેલી પડે છે. તેમ છત્તાં ત્યાં ભરતી કરવાના બદલેે માત્ર પદાધિકારીઓની સુવિધા માટે રાતોરાત ભરતી કરી દેવાઇ છે. આમ,ભરતી અને બઢતી માટેના રજીસ્ટર બનાવ્યા તેનો અમલ થાય તે પહેલા જ 11 કર્મીની ભરતી કરી દેવામાં આવી છે.

વહિવટી સરળતા માટે ભરતી: સેક્રેટરી
મનપામાં વહિવટી સરળતા માટે કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર, પટ્ટાવાળા વગેરેની જગ્યા પર 11 કર્મીને ભરતીના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ કર્મીઓ મનપામાં એપ્રેન્ટીસ તરીકે હતા. માત્ર 90 દિવસની કામગીરી માટે રોજમદાર તરીકે ભરતી કરાઇ છે. સ્થાયી સમિતીના ચેરમેને બહાલીની અપેક્ષાએ આપેલી મંજૂરી મુજબ કાર્યાલય આદેશ કરાયો છે . - કલ્પેશ ટોલીયા, સેક્રેટરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો