આસ્થાના આંગણે બબાલ:કેશોદ ત્રાંગળશા પીર ઉર્ષ મેળામાં દરગાહ પર નિશાન ચડાવતી વખતે મુંજાવરો વચ્ચે બબાલ

જુનાગઢ21 દિવસ પહેલા
  • બબાલના પગલે પોલીસ દ્વારા મેળો બંધ કરાવવામાં આવ્યો

કેશોદ ત્રાંગળશા પીરની દરગાહ પર દર વર્ષે ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. આસ્થા અને શ્રદ્ધાના તાંતણે બંધાયેલો મુસ્લિમ સમાજ દર વર્ષે કેશોદ ત્રાંગળશા પીરના દરગાહ પર વર્ષોથી ઉજવણી કરતો આવ્યો છે.ત્યારે આ વર્ષે ત્રાંગળશા પીર ઉર્ષ મેળામાં દરગાહ પર નિશાન ચડાવતી વખતે મુંજાવરો વચ્ચે માથાકૂટ નો બનાવ બન્યો હતો. બીજી તરફ દરગાહ ને લઈ પણ ઘણા વર્ષોથી વિવાદનો કેસ ચાલી રહ્યો છે ત્યારે દરગાહ ના વિવાદ ને લઈ કોર્ટ માં મામલો હોય અને વર્ષોથી દરગાહ ને લઇ મુજાવર પરીવાર ના વાદી પ્રતિવાદી વચ્ચે છુટા હાથની મારામારી પણ થઈ હતી અને મૂંઝાવરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કેશોદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સિવિલ તે ખસેડવામાં આવ્યો હતો .ઘર્ષણ થતાં પોલીસે મેળો બંધ કરાવ્યો હતો.

વારંવાર થતાં ઘર્ષણની ગંભીરતાને ધ્યાને લઈમેળો બંધ રાખવા નિર્ણયથી હજારોની સંખ્યામાં એકઠા થયેલા ભાવિકોને પોલીસે પરત ફરવા જણાવી દીધું હતું જયારે પાથરણાં, રેકડી, ચકડોળ જેવા ધંધાર્થીઓનો ધંધો બંધ કરાવતાં મેદાન ખાલી થયું હતું.ઇજાગ્રસ્ત મુંજાવર અને તેમના પરીવારને પોલીસ પ્રોટકશન હેઠળ હોસ્પિટલ લઇ જવાયાં હતા.પોલીસે સામ સામે બંને પક્ષે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...