તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સબસિડી બંધ થતાં LPGનો વપરાશ 10 થી 20 ટકા ઘટ્યો

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલપીજીની અવેજીમાં ગામડામાં ચુલાનો મર્યાદિત ઉપયોગ ફરી શરૂ
 • ઉજ્જવલા યોજનામાં નવા કનેક્શન તો કોઇ લેતુંજ નથી

મે 2020 થી એલપીજી સીલીન્ડર પર મળતી સબસિડી બંધ થઇ છે. શહેરોમાં તેને લઇને કોઇ ફરક નથી પડ્યો. પણ ગ્રામ્ય વિસ્તારમાં એલપીજીનો વપરાશ મહિલાઓએ સદંતર બંધ તો નથી કર્યો. પણ મર્યાદિત જરૂર કરી નાંખ્યો છે. એકંદરે આ ઘટાડો 10 થી 20 ટકા વચ્ચેનો જેતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતી પ્રમાણેનો છે.

સબસિડી વગરનું સિલીન્ડર હવે રૂ. 828 રૂપિયામાં પડે છે. ઉજ્જવલા યોજના વખતે લોકોએ હોંશે હોંશે ગેસ કનેક્શન લીધા. પણ વધતા જતા ગેસના ભાવને લીધે ફરી લાકડાના ચૂલાનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ધૂમાડાના લીધે પર્યાવરણને પણ ભારે નુકસાન થતું હતું એ વાત ખરી. પણ ગેસના વધતા ભાવ તેના પર ભારે પડી ગયા છે. જેમણે ઉજ્જવલા યોજના હેઠળ નિઃશુલ્ક કનેકશન લીધા હતા તેઓએ ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. જેમણે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન નહોતા લીધા તેઓને રેશન કાર્ડ પર કેરોસીન મળે છે તેઓ પ્રાયમસનો ઉપયોગ કરે છે. પણ જેમણે ગેસ કનેક્શન લીધા હતા. તેઓને હવે કેરોસીન મળતું બંધ થયું છે. આથી તેઓએ લાકડાનો ચુલોજ ફરી પેટાવવો પડે છે. જોકે, ગામડાઓમાં એક વખત મહિલાઓએ એલપીજી સ્ટવનો ઉપયોગ કર્યા બાદ ફરી ચુલા પર ફૂંકવાનું ફાવતુ઼ં નથી. છત્તાં ઘણા પરિવારોએ ગેસનો ઉપયોગ મર્યાદિત કરી નાંખ્યો છે. ગેસનો ઉપયોગ સદંતર બંધ જ કરી દીધો હોય એવા પરિવારો છે. પણ તેની સંખ્યા બહુ મોટી નથી.

મહિલાઓ માટે સૌથી સહેલું ગેસ પર રસોઇ​​​​​​​
એક ઓઇલ કંપનીના અધિકારીએ દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, અમે ઉજ્જવલા યોજના બાદ સર્વે કરાવ્યો તેમાં પુરૂષો એલપીજીનો વિરોધ કરતા હતા. જ્યારે મહિલાઓ ગેસ કનેક્શન લેવાની તરફેણમાં હતી. કારણકે, ગેસનો ઉપયોગ તેઓ માટે સહેલો બની જતો હતો. હવે સબસિડી બંધ થઇ છે ત્યારે જે મહિલાઓને ગેસના ઉપયોગનીજ આદત પડી ગઇ છે તેઓ ચૂલાનો ઉપયોગ પણ ભાગ્યેજ કરે છે. અથવા અમુકજ કામોમાં કરે છે.

શું કહે છે ગેસ એજન્સીના સંચાલકો​​​​​​​​​​​​​​

 • રીફીલ બુકીંગમાં 20 ટકા કાપ આવી ગયો. સબસિડી બંધ થયા પછી તો અમારે ત્યાં એકપણ નવું કનેક્શન ઇસ્યુ નથી થયું. > દિપકભાઇ કાછેલા, ઇન્ડિયન ગેસ, સુત્રાપાડા
 • લોકડાઉન પહેલાં મહિને 100 રીફીલ આવતા. જે સબસિડી ઘટ્યા પછી 70 થયા છે. > દિલીપ મોરી, ધરતી ગેસ એજન્સી, વેરાવળ ગ્રામ્ય
 • સબસિડી બંધ થઇ પછી ગેસ કનેક્શનો ધીમે ધીમે ઘટ્યા છે. અત્યારે ઉજ્જવલા યોજનાના 80 ટકા કનેક્શનો ઓછા થઇ ગયા છે. > હમીરભાઇ ભેડા, ગોપાલકૃષ્ણ ગેસ એજન્સી, કેશોદ ગ્રામ્ય
 • ગામડામાંથી ઉજ્જવલાના કનેક્શનો લઇ જતા. એના બુકીંગમાં થોડો ફેર પડ્યો છે ખરો. પણ બહુ ઝાઝા કનેક્શનો અમારે નથી બંધ થયા. > વિરમભાઇ બારડ, દેવ ઇન્ડિયન ગેસ એજન્સી, જૂનાગઢ​​​​​​​​​​​​​​
 • મે 2020 માં એલપીજી પર સબસિડી બંધ થઇ. એ પહેલાં એપ્રિલ 2020 માં 8556 બુકીંગ થતા. એ માર્ચ 2021 માં ઘટીને 7129 થયા છે. > લલિતભાઇ ઘોડાસરા, ધ્રુવ ઇન્ડેન સર્વીસ, માણાવદર
 • સબસિડી બંધ થતાં શહેરમાં 10 ટકા, ગામડાઓમાં 15 ટકા અને જ્યાં લાકડાં છૂટથી મળે એવા જંગલ બોર્ડના ગામોમાં 20 ટકા રીફીલ બુકીંગ ઘટ્યું છે. > રમેશભાઇ પાનેરા, ભારત ગેસ એજન્સી, કોડીનાર

​​​​​​​વપરાશ જ ઘટાડી નાખ્યો
​​​​​​​​​​​​​​આ અંગે કેશોદના દાઉદખાન બોદુખાન બેલીમે કહ્યું હતું કે, ગેસ સિલીન્ડરના ભાવ વધી રહ્યાં છે. આથી અમે ગેસનો વપરાશ ઘટાડી લાકડાના ચુલાનો ઉપયોગ ફરી શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો