ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં વિરપુર ગીરનો રસ્તો રેલવે ફાટક સુધી બનાવવાની તાલાલા યાર્ડના સત્તાધીશો અને સરપંચે માંગ કરી છે. ગરી પંથકમાં વિરપુર ગીર, ધાવાગીર, મોરુકા, જશાપુર, લુશાળા, સુરવા, સહિત 10 ગામના ગ્રામજનો તથા ખેડૂતો માટે આશિર્વાદરૂપ તાલાલા વિરપુર ગીરનો રસ્તો નવનિર્મિત બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રસ્તો શહેરની માનવ વસ્તીમાંથી પસાર થતો હોવાથી તાલાલા ગીર 132 કે.વી. સબ સ્ટેશનથી વિરપુર ગીર રેલવે ફાટક સુધી CC રોડ બનાવવા બાંધકામ વિભાગના મંત્રી સમક્ષ માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજય શિંગાળા, વાઈસ ચેરમેન ઘનશ્યામ ખાનપરા, વિરપુર ગીર ગામના સરપંચ કાન્તી ઘોડાસરાએ માંગણી કરી છે.
આ બાબતે બાંધકામ વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તાલાલા ગીરથી વિરપુર ગીર ગામે જતો માર્ગ ધાવા ગીર સુધી પાકો પેવરથી રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તાલાલા શહેરની માનવ વસ્તીમાંથી પસાર થતા આ રસ્તામાં 132 કે.વી. થી રેલવે ફાટક સુધીમાં વચ્ચેનો રસ્તો કાયમી ટ્રાફીકથી ધમધમતો રહેતો હોવાથી રસ્તો કાયમી બિસ્માર રહે છે. જેના કારણે રસ્તો નવ નિર્મિત બનાવ્યાં બાદ અગાઉની જેમ આ વખતે પણ ગણતરીના દિવસોમાં તુટી જવાની ભીતી હોવાથી નવ નિર્મિત રસ્તાથી પ્રજાને કોઈ ફાયદો થશે નહીં.
આ ઉપરાંત પૈસા પાણીમાં જશે માટે નવ નિર્મિત બની રહેલા રસ્તા પૈકી તાલાલા ગીર 132 કે.વી. થી રેલવે ફાટક સુધીનો માર્ગ પાકો સિમેન્ટથી બનાવવો અત્યંત જરુરી છે. અમારી રજૂઆત અંગે સ્થળ ખરાઈ કરી શહેરમાંથી પસાર થતો માર્ગ પાકો સિમેન્ટથી બનાવવો અત્યંત જરુરી હોવાથી આ અંગે સ્થળ ખરાઈ કરી શહેરમાંથી પસાર થતો માર્ગ પાકો પેવરથી બનાવવા પત્રના અંતમાં ત્રણેય રાજ્યના માર્ગ અને મકાન મંત્રી સમક્ષ માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.