તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા વિસ્તારમાંથી સિંહ બાળના શિકાર કરવાના નિષ્ફળ પ્રયાસની ઘટના બહાર આવતા વન વિભાગ દોડતું થયું છે. જો કે, મોડી સાંજે પરપ્રાંતીય શિકારી ટોળકીને એક ઇજાગ્રસ્ત સહિત ચાર સભ્યોને જુનાગઢ નજીકના વડાલ ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહેલું છે. ગીર જંગલ સહિત આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા પરપ્રાંતીય શિકારી ટોળકી સક્રિય થઈ હોવાની પુષ્ટી આપતી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તો આજની બહાર આવેલી ઘટના બાદ સિંહ પ્રેમીઓમાં પણ રોષ પ્રર્વતેલી છે.
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના રેવન્યુ વિસ્તારમાં શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં આજે સવારે એક સિંહ બાળ ફસાઈ ગયું હતું. આ સમયે સિંહણ દ્વારા તેના બચ્ચાને બચાવવા શિકારીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ વન વિભાગને થતાં ડીસીએફ સહિતના ઉચ્ચ અઘિકારીઓની ટીમ વનકર્મીઓ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. જયારે ફાસલામાં ફસાયેલા સિંહબાળને વનકર્મીઓએ રેસ્ક્યૂ કરી બચાવી લીઘું હતું. ત્યારબાદ સિંહબાળને સારવાર અર્થે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલું જયાં હજુ તેની સારવાર ચાલી રહી છે. જે પુર્ણ થયા બાદ સંભવત: મોડીરાત્રીના અથવા કાલે સવારે સિંહબાળનું તેની માતા સિંહણ સાથે વનકર્મીઓ મિલન કરાવશે.
ઘટના સ્થળે પહોચેલા વન વિભાગના અઘિકારીઓની પ્રાથમિક તપાસમાં સિંહ બાળનો શિકાર કરવા શિકારી ગેંગે ફાસલા ગોઠવ્યા હોવાનું જણાયેલું હતું. જેથી શિકારી ગેંગને ઝડપી લેવા વન વિભાગની પાંચ ટીમોએ બપોરથી ગીર જંગલ સહિત આસપાસના રેવન્યુ વિસ્તારોમાં તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. જેને મોડીસાંજે સફળતા મળી હોય તેમ જુનાગઢ નજીકના વડાલ ગામની સીમમાં શિકારી ટોળકીના એક ઇજાગ્રસ્ત સહિત ચાર સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. જે પૈકીનો શિકારી હબીબ શમશેર પરમાર (ઉ.વ.40) રહે.મઘ્યપ્રદેશવાળો ઇજાગ્રસ્ત હોવાથી હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોવાનું જાણવા મળેલું છે. પકડાયેલી શિકારી ટોળકીએ છ સ્થળોએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવા જુદા-જુદા છ સ્થળોએ ફાસલા ગોઠવ્યા હોવાનું પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતુ. જે પૈકીના ચાર ફાસલા વન વિભાગની ટીમોએ શોઘી કાઢેલી જ્યારે બે ફાસલાની હજુ શોઘખોળ કરી રહ્યા છે.
અત્રે નોંઘનીય છે કે, ખાંભાના રેવન્યુ વિસ્તારમાં ફાસલામાં ફસાયેલા સિંહ બાળને બચાવવા અર્થે તેની માતા સિંહણે હુમલો કરેલો હતો. જેમાં શિકારી ગેંગના એક સભ્યને પેટના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તએ 108 સેવા થકી તાલાલાની ખાનગી હોસ્પિટલે પહોંચી પ્રાથમિક સારવાર લીઘેલી હતી. જ્યાં તબીબે સિંહના હુમલાથી ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલે રીફર કરેલો હતો. તેમ છતાં ઇજાગ્રસ્ત યુવાન સહિતના શિકારી ગેંગના સભ્યો સરકારી હોસ્પિટલમાં જવાના બદલે નાસી જવા ભાગી ગયેલા હતા. તેઓને મોડી સાંજે વન વિભાગના સ્ટાફએ જુનાગઢના વડાલ ગામની સીમમાંથી ઝડપી લીઘા હતા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત શિકારી ગેંગના સભ્યએ તાલાલાની હોસ્પિટલમાં લીઘેલી સારવારના સીસીટીવી ફુટેજો સોશિયલ મિડિયામાં વાઈરલ થયા છે.
ગીરના હિર એવા સિંહોના અસ્તિત્વ સામે જોખમ મંડરાતી ઘટનાથી સિંહપ્રેમીઓમાં રોષ
અત્રે નોંઘનીય છે કે, ગીરના હિર એવા એશિયાટિક સિંહોના અસ્તિત્વ સામે જોખમ મંડરાતી ઘટના સામે આવતા વન વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ ગીર જંગલ સહિત આસપાસના રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતીય શિકારી ગેંગ કેટલા સમયથી સક્રિય હતી? અત્યાર સુઘીમાં કેટલા સિંહ સહિતના વન્યપ્રાણીઓનો શિકારી કરી ચુકી છે કેમ? આવા અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાના પગલે સિંહ પ્રેમીમાં પણ રોષ પ્રર્વતી રહ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.