શાસ્ત્રોક્ત પદ્ધતિ:ગૌમૂત્ર-ગંગાજળની પવિત્ર કરી અભિમંત્રિત કરેલું રક્ષાસુત્ર ભાઇને બાંધવું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળેવના દિવસે ભાઇની રક્ષા માટેનું સૂત્ર બનાવવાની પદ્ધતિ

આગામી દિવસોમાં બળેવનો તહેવાર આવશે. બહેનો ભાઇને રાખડી બાંધી તેની રક્ષા અને સુખાકારીની કામના કરશે ત્યારે શાસ્ત્રોક્ત પદ્ધતિથી બાનાવીને અભિમંત્રિત કરેલું રક્ષા સુત્ર ભાઇને પહેરાવવું જોઇએ એમ જ્યોતિષીઓનું કહેવું છે. જૂનાગઢનાં જ્યોતિષી સતીષભાઇ ભટ્ટ કહે છે, બહેનોએ ભાઇને બાંધવાની રક્ષા બનાવવા માટે નાડાછડીની દડીમાંથી રક્ષા માટેનો યોગ્ય માપનો દોરો લઇ ગૌમૂત્ર-ગંગાજળ છાંટીને પવિત્ર કરવો.

આ દોરામાં 7 ગાંઠો વાળવી. બે ગાંઠ વચ્ચે ટચલી આંગળી જેટલું અંતર રાખવું. આ રીતે દોરો તૈયાર થઇ ગયા બાદ જે ઇષ્ટ મંત્રનો જાપ ઘરમાં નિયમીત રીતે ઘરમાં થતો હોય તેનાથી રક્ષા સૂત્રને અભિમંત્રિત કરવું. રક્ષા સુત્રને અભિમંત્રિત કરવા માટે પવિત્ર થઇ ઘીનો દીવો-ધૂપ કરવો. આ રીતે રક્ષા સૂત્ર અભિમંત્રિત થઇ જાય છે. જે ભાઇની રક્ષા માટે મોંઘા ભાવની રાખડી કરતાં પણ ઉત્તમ છે.

રક્ષા બાંધતી વખતે બોલવાનો મંત્ર
યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વામ્ અભિબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ

અન્ય સમાચારો પણ છે...