ભ્રષ્ટાચારનો આક્ષેપ:વિપક્ષ કહે - 17 ટકા ડાઉનનું ટેન્ડર પાસ ન કર્યું, 8 ટકા ઓનનું પાસ કરશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટ લાઇટના 62.58 લાખના કામમાં વિપક્ષનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
  • શાસકપક્ષ કહે| કોઇ ઓનમાં ટેન્ડર પાસ નહિ કરાય, ભાવ ટુ ભાવ અપાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની મંગળવારે બેઠક મળનાર છે. આ બેઠકમાં અનેક વિકાસ કામોની ચર્ચા કરી નિર્ણય લેવામાં આવનાર છે. દરમિયાન સ્ટ્રીટ લાઇટના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવામાં આવનાર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ વોર્ડ નંબર 1 થી 15માં સ્ટ્રીટ લાઇટમાં જ્યાં ટ્યુબલાઇટ નાંખેલ છે તેની જગ્યાએ એલઇડી સ્ટ્રીટ લાઇટ નાંખવા માટે ટેન્ડર મંગાવાયા હતા જેમાં 6 એજન્સીએ ટેન્ડર ભર્યા હતા.

જ્યારે તેમાંથી 4 એજન્સી ડિસ્ક્વોલીફાઇડ થઇ હતી. 2 માંથી એક એજન્સીએ 14 ટકા ઉંચા અને બીજીએ 7.60 ટકા ઉંચા ભાવનું ટેન્ડર ભર્યું હતું જેમાં 7.60 ટકા ઉંચા ભાવનું ટેન્ડર મંજુર કરાશે તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, અગાઉની એજન્સીએ 17 ટકા ડાઉનમાં ટેન્ડર ભર્યું હતું જેને કોઇ બહાનું બતાવી ના મંજુર કર્યું છે.

જ્યારે 7.60 ઉંચા ભાવનું ટેન્ડર મંજુર કરી ભ્રષ્ટાચાર કરાશે. વળી અગાઉની 2 એજન્સીએ ટ્યુબલાઇટ હતી તે કાઢીને ત્યાં એલઇડી સ્ટ્રીટ લાઇટો નાંખી જ દીધી છે. ત્યારે હવે એટલી બધી ટ્યુબલાઇટ હશે ખરી કે જેને કાઢીને એલઇડી લાઇટ નાંખવાનો ખર્ચ 62 લાખ થાય? આટલા રૂપિયામાં તો અડધા જૂનાગઢમાં એલઇડી લાગી જાય.

જ્યારે આ અંગે સ્થાયી સમિતી ચરેમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, કોઇ ઓનમાં ટેન્ડર પાસ નહિ કરાય. કંપનીને નેગોસીયેશન માટે બોલાવી વાત કરતા હવે 7 કે 8 ટકા ઓનમાં નહિ પરંતુ કંપની ભાવટુ ભાવ કામ કરશે. આ ઉપરાંત શહેરમાં રોડના કામો માટે કરોડોની ગ્રાન્ટને મંજૂર કરાશે. આ અંગે લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, અગાઉ જે રોડ બન્યા હતા ત્યાં બોર્ડ મારવાનું સૂચન પૂર્વ મેયરે કર્યું હતું. પરંતુ બોર્ડ માર્યા નથી. પરિણામે એક જ રોડના કામ પર બે વખત ખર્ચ કરી ભ્રષ્ટાચાર પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...