તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષો એક - એક બેઠક જીતવામાં સફળ થયા છે. જેના પગલે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ બે પર પહોચ્યુ છે.
જૂનાગઢ મહાનગરપાલીકાના બે કોર્પોરેટરોના નિઘનથી ખાલી પડેલ બે બેઠકો પર પેટાચુંટણી યોજાઇ હતી. બંન્ને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીઘી ટકકર હતી. જેનું બે દિવસ પૂર્વે રવિવારે મતદાન યોજાયુ હતુ. જેની આજે મતગણતરી યોજાઇ હતી. જેમાં વોર્ડ નં.15 ની બેઠકની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઇ કટારાને 4,449 મત, લાખાભાઇ પરમારને 2,841 મત, રાજેશ સોલંકીને 1,320 મત, દિપક મકવાણાને 197 મત અને નોટામાં 218 મતો પડેલ હતા. આમ, વોર્ડ નં.15 ને બેઠક પર ભાજપના ઉમેદવાર નાગજીભાઇ કટારાનો 1,608 મતોએ વિજય થયેલ હતો.
જયારે વોર્ડ નં.6 ની મત ગણતરીમાં ભાજપના અરવિંદભાઇ રામાણીને 2,645 મત, કોંગ્રેસના લલીતભાઇ પણસારાને 2,687 મત, પ્રવિણભાઇ વાઘેલાને 2,155 મત, ઘર્મેન્દ્રભાઇ ચાવડાને 100 મત, માલદેભાઇ ચાવડાને 31 મત અને નોટામાં 130 મતો પડેલ હતા. આમ, કોંગ્રેસના લલીતભાઇ પણસારા 42 મતે વિજય બનેલ હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.