તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મેંદરડા તા.પં.ના ચાર સભ્યોને કૉંગ્રેસે પક્ષવિરોધી પ્રવૃતિ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

જૂનાગઢ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચારેય સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવા અપીલ કરી

મેંદરડા તાલુકા પંચાયતના ચાર સભ્યોને વ્હીપના અનાદર બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નોટિસ આપી હતી. પરંતુ આ ચારેય સભ્યોએ નોટિસનો જવાબ ન આપતા ચારેય સભ્યોને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તેઓનું સભ્યપદ રદ કરવા અધિકારીને અપીલ કરી દેવામાં આવી છે.

મેંદરડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. અને તા.પં.ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે પક્ષના નવ સભ્યોને વ્હીપ આપવામાં આવ્યું હતું. તેમ છતાં તા.પં.ના સભ્ય મનસુખભાઈ વણપરીયા, મનિષાબેન પાનસુરીયા, વસંતાબેન બકોત્રા અને દયાબેન મકવાણાએ પક્ષના વહીપનો અનાદર કરી ભાજપના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારને મત આપ્યો હતો. અને પક્ષવિરોધી પ્રવૃતિ બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચારેય સભ્યોને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું.

પરંતુ સાત દિવસમાં કોઈ જવાબ ન આપતા આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ચારેય સભ્યોને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પક્ષાંતરધારા હેઠળ ચારેય સભ્યોનું સભ્ય પદ રદ થાય તે માટે નામોદીષ્ટ અધિકારી સમક્ષ અપીલ પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો