અમિતશાહના કોંગ્રેસ પર પ્રહાર:કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમીને આઝાદી પછી વર્ષો સુધી તરસી રાખવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છેઃ અમિતશાહ

જુનાગઢ7 દિવસ પહેલા

જૂનાગઢની માંગરોળ બેઠક પર માળીયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ તકે અમિતશાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સરદાર સરોવર ડેમને લઈ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. અમિત શાહે જણાવ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમીને આઝાદી પછી વર્ષો સુધી તરસી રાખવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. જ્યા સુધી કોંગ્રેસ પાર્ટીનું શાસન રહ્યુ સરદાર પટેલ ડેમ પુરો ન થયો.

​​​​​આપણી સૌની યોજનાને રોકી રાખીઃ અમિતશાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે જણાવ્યું હતું કે, પહેલા 6 કલાક જેટલી જ વીજળી આવતી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમવખત ગુજરાતમાં 2004માં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી. સરદાર પટેલના નામે બનેલો ડેમ આ સરદાર સરોવર યોજના રોકવાવાળા મેધા પાટકર આપ પાર્ટીના 2014ના લોકસભાના ઉમેદવાર હતા. જેઓએ 20 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું, સૌરાષ્ટ્ર, કચ્છને નર્મદાનું પાણી પહોંચવા ન દીધું, આપણી સૌની યોજનાને રોકી રાખી તે મેધા પાટકર જે પાર્ટીની ઉમેદવાર હોય તે પાર્ટી કયા અધિકારથી ગુજરાતમાં મત માગી શકે.

ગુજરાતનો વિકાસ ફક્તને ફક્ત ભાજપે જ કર્યોઃ અમિતશાહ
ગુજરાતનો વિકાસ ફક્તને ફક્ત ભાજપે જ કર્યો છે. કોંગ્રેસના રાજમાં દરિયા કિનારો સ્મગલિંગનું કેન્દ્ર બન્યું હતું, ભાજપે ગુંડા વિરોધી સમિતિઓ બનાવવી પડી અને ગામેગામ આંદોલન કરવા પડ્યા હતા. ભાજપના રાજમાં કોમી રમખાણો બંધ થયા, અત્યારે ગુજરાતમાં કોઈ દાદા દેખાતા નથી ફક્ત હનુમાન દાદા દેખાય છે. આખા ગુજરાતને કરફ્યૂ મુક્ત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

કોંગ્રેસ પાર્ટીના શાસનમાં સરદાર પટેલ ડેમ પુરો ન થયોઃ અમિતશાહ
વધુમાં જણાવ્યું કે, જ્યા સુધી કોંગ્રેસનું શાસન રહ્યુ ત્યા સુધી સરદાર સાહેબનું સ્મારક ન બન્યું. ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા અને દેશના વડાપ્રધાન બન્યા ત્યારે દૂનિયાનું સૌથી મોટું પુતળું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમીને આઝાદી પછી વર્ષો સુધી તરસી રાખવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. જ્યા સુધી કોંગ્રેસ પાર્ટીનું શાસન રહ્યુ સરદાર પટેલ ડેમ પુરો ન થયો. વધુમાં જણાવ્યું કે, જૂનાગઢમાં જ્યારે જ્યારે પગ મુકીએ ત્યારે ત્યારે સરદાર સાહેબની યાદ આવી જાય. સરદાર સાહેબ ન હોત તો આ જૂનાગઢ પંથક પાકિસ્તાનનો હિસ્સો બની ગયો હોત.

​​​​​​​જૂનાગઢની માંગરોળ બેઠક પર માળીયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠીયાના સમર્થનમાં ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદેદારોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ભગવાનજી કરગઠિયાને ભાજપે 2022ની ચૂંટણીમાં માંગરોળ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓ હાલ પ્રચાર પ્રસારમાં મતદારોને રીઝવવા કામે લાગે ગયા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ, ચાર દિવસથી મોટા ગજાના નેતાઓ અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધા છે. ત્યારે આજે માંગરોળ વિધાનસભામાં માળીયા ખાતે અમિત શાહ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...