તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:જૂનાગઢમાં પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને લઇ કોંગ્રેસનો વિરોધ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ કરવા નિકળેલા કોંગી કાર્યકરોની અટક કરાઇ

પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જૂનગાઢમાં વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટક કરાઇ હતી.પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ દ્વારા જનચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇ જૂનાગઢ શહેરમાં આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિતના કાર્યકરો એકત્રિત થયા હતા. કોંગ્રેસ દ્વારા રેંકડીમાં ધારાસભ્યને બેસાડી રેલી યોજી હતી. કોંગ્રેસ આ વિરોધ પ્રદર્શનને લઇ પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...