તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે ભાજપે ખેલ પાડી દીધો હતો. જિલ્લા પંચાયતની બિલખા બેઠક પર જાણે એવું બન્યું કે, કોંગ્રેસે ઇન્દુબેન અનકભાઇ ભોજકને ટિકીટ આપી હતી. અને કોંગ્રેસમાંથી ઇન્દુબેને ફોર્મ પર ભરી દીધું હતું. પરંતુ કોંગ્રેસે ઇન્દુબેનની જગ્યાએ અનકભાઇ ભોજકને મેન્ડટ આપ્યું હતું. પરંતુ અનકભાઇએ તો કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું જ ન હતું.
ત્યારે અચાનક ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ ભાજપે અનકભાઇ ભોજકને મેન્ડેટ આપી દીધું હતું, અને ભાજપમાંથી ફોર્મ પર ભરાવી દીધું હતું. જિલ્લા પંચાયતની બીલખા બેઠક પરથી કોંગ્રેસનાં કોઇ ઉમેદવાર હાલ રહ્યાં નથી. માત્ર ભાજપનાં અનકભાઇ ભોજક છે. એટલું નહી ભાજપ પણ પહેલેથી જ પ્લાન બનાવી રાખ્યો હતો. બીલખા બેઠકનું નામ ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે જાહેર કર્યું હતું.
ડુંગરપુર બેઠકનું નામ છેલ્લી ઘડીએ બદલાયું
ભાજપે જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠક પરથી પહેલા સુશીલાબેન પરષોત્તમભાઇ સીદપરાને ટિકીટ આપી હતી અને ફોર્મ પર ભરી દીધું હતું. એક જ ઘરમાં બે ટિકીક મળતા વિવાદ થયો હતો. અંતે ડુંગરપુરની બેઠક પરથી ભાવનાબેન દિનેશભાઇ મૈતરને ટિકીટ આપી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.