મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાનમાં:જૂનાગઢમાં કોંગ્રેસના બંધ એલાનને સારો પ્રતિસાદ મળ્યો, વંથલીમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વધતી જતી મોંઘવારી બેરોજગારી મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો હતો. વંથલીના વેપારીઓએ સજ્જડ બંધ પાળી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ આક્રમક
જૂનાગઢ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વેપારી એસોસિએશનને મળી વિનંતી કરી હતી. જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસે સવારે 8થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે બંધના એલાનની જાહેરાત કરી હતી. મોંઘવારીના માર વચ્ચે પીસાતી ગુજરાતની જનતાનો અવાજ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...