લૂંટ:ખાતરના ભાવમાં મનઘડત વધારો કરી મંડળીઓએ લૂંટ ચલાવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંડળીઓએ ખાતરમાં ભાવ વધારો લેવાનું શરૂ કરી દેતા ખેડૂતો લુંટાઇ રહ્યા છે. આ અંગે ભારતિય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન જિલ્લા કલેકટરને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, કૃષિ પેદાશોના ભાવ વધ્યા નથી અને ખાતરમાં ભાવ વધારો કરી દેવાયો છે. મંડળીઓએ ભાવનો વધારો લેવાનું શરૂ કરી દીધું છે.

જ્યારે કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ નિવેદન આપ્યું હતું કે, કોઇપણ ખાતરના ભાવમાં વધારો કરવામાં નહિ આવે. આ નિવેદન ખોટું સાબિત થઇ રહ્યું છે. રવિ સિઝન શરૂ થતા જ ખાતરની કૃત્રિમ અછત ઉભી કરી ગોડાઉનમાં પડેલા ખાતરના ભાવમાં પણ વધારો લેવાની શરૂઆત કરાઇ હોય ખેડૂતો લુંટાઇ રહ્યા છે. ત્યારે ખાતરમાં કરાયેલો ભાવ વધારો ઓછો કરાવવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...