તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મનપાની પેટાચૂંટણીમાં વોર્ડ નં 6, 15નાં કોંગી ઉમદવારે ફોર્મ ભર્યા

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં . 6માં મહિલા કોર્પોરેટરનાં પુત્રને કોંગ્રેસે ટિકીટ આપી

જૂનાગઢ મહાનગર પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 6 અને 15માં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ ભર્યા હતાં. જોકે વોર્ડ નંબર 6માં તો કોંગ્રેસે મહિલા કોર્પોરેટરનાં પુત્રને ટિકીટ આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 6 અને 15માં બે બેઠક ખાલી થઇ હતી. ખાલી બેઠકની પેટા ચૂંટણી જાહેર થઇ છે. ભાજપ પોતાનાં ઉમેદવારનાં ફોર્મ રજુ કરી દીધા છે.

ત્યારે શનિવારે વોર્ડ નંબર 6માંથી લલીત પણસારા અને વોર્ડ નંબર 15માંથી પુર્વ મેયર લાખાભાઇ પરમારે ફોર્મ રજુ કર્યું છે. વોર્ડ નંબર 6નાં ઉમેદવાર હાલનાં કોર્પોરેટર મંજુલાબેનનાં પુત્ર છે. કોંગ્રેસે એક જ વોર્ડમાં માતા- પુત્રને ઉતારતા અનેક ચર્ચા જાગી છે. ફોર્મ ભરતી વખતે શહેર પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિતનાં હાજર રહ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો