તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર હુમલો:જુનાગઢમાં સ્ટુડિયોની કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરી ડેટા ચોરાયો, હેકરે ડોલરમાં ખંડણી માંગી

જૂનાગઢ10 દિવસ પહેલા
આ સ્‍ટુડીયોનું કોમ્‍પ્‍યુટર હેક કરાયેલ
  • સ્ટુડિયોના બે સંચાલકોએ સાયબર સેલ પોલીસમાં ફરિયાદ આપી
  • ઓનલાઈન ચોરેલો 6 જીબીનો ડેટા રિસ્ટોર કરવા ઇમેલ મારફત ખંડણી માંગી

જુનાગઢમાં સ્ટુડિયો ધરાવતા બે સંચાલકના સ્ટુડિયોની કોમ્પ્યુટર સિસ્ટમમાં વાયરસ મોકલીને એક શખ્સએ હેક કરી અને તેમાંથી ડેટાની ચોરી કરી ફરીથી ડેટા રિસ્ટોર કરવા માટે 980 ડોલરની ખંડણી માંગતા સાયબર સેલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કોમ્પ્યુટર સિસ્ટમમાં રેન્સમવેર નામનો વાયરસ મોકલીને સિસ્ટમ હેક કરી

જુનાગઢ શહેરમાં ટીંબાવાડી પાસે ધ એમ્પાયર કોમ્પ્લેક્ષમાં આર્યન થીમ્સ નામે સ્ટુડિયો ધરાવતા સુધીર જેસિંગ ગોહિલ અને સાગર ભીખાભાઈ પરમારે સાયબર સેલમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ કોમ્પ્યુટર સિસ્ટમ મારાફત સ્ટુડીઓમાં ડીજીટલ વર્ક કરે છે. જેથી કીંમતી ડેટા કોમ્પ્યુટરની બે હાર્ડડિસ્કમાં સ્ટોર કરી રાખે છે. દરમ્યાન ગત તા.30 ના રોજ રાત્રે તેઓ સિસ્ટમ ચાલુ કરીને બેઠા હતા. ત્યારે અચાનક કોઈ અજાણી વ્યક્તિએ તેમના કોમ્પ્યુટર સિસ્ટમમાં રેન્સમવેર નામનો વાયરસ મોકલીને સિસ્ટમ હેક કરી લીધી હતી.

સ્‍ટુડીયોમાં કામ કરી રહેલ સંચાલક
સ્‍ટુડીયોમાં કામ કરી રહેલ સંચાલક

હેલ્પ મેનેજર એટ ધ રેટ એરમેલ પરથી ઈમેલ આવ્યો

ત્યારબાદ થોડીવારમાં તેમના કોમ્પ્યુટરના હાર્ડ ડિસ્કમાંથી 6 જીબીનો ડેટા ચોરી લીધો હતો. આ ચોરી થયેલા ડેટામાં અનેક લોકોના યાદગાર લગ્ન પ્રસંગોનું શુટીંગ તથા જરૂરી સિલેકટેડ ગીતો હતા. બાદમાં હેલ્પ મેનેજર એટ ધ રેટ એરમેલ પરથી ઈમેલ કરીને તેનો ડેટા પરત રિસ્ટોર કરવો હોય તો 980 ડોલરની ખંડણી માંગી હતી. જે અંગે સ્ટુડિયોના બંન્ને સંચાલકોએ સાયબર સેલમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...